આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ગામેથી ઝડપાયેલા ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ રાજ્ય વ્યાપી હોવાનું ખુલ્યું છે.ત્યારે પોલીસ દ્વારા ખંભાત તાલુકાના રાલેજ ગામે રહેતા અને ખંભાત તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય મયુર ગોહિલની ધરપકડ કરી છે.
મળતી માહિતીનુસાર, એસ.ઓ.જી પોલીસે ગુરુવારના રોજ પેટલાદ તાલુકાના ચાંગા ગામે લોટસ પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓચિંતો છાપો મારીને બનાવટી માર્કશીટો તથા સર્ટીફિકેટ બનાવી વિદેશ મોકલવાના રાજ્ય વ્યાપી રેકેટ ઝડપી પાડયો છે.જેમાં નરસંડાના રોનક હિમાંશુ પટેલ, દેવેન્દ્ર વિહારીભાઈ પટેલ, વડોદરાના માસ્ટર માઇન નિશિત જતીનકુમાર પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત રાલેજ ખાતે રહેતા મયુર ગોહિલની પણ ધરપકડ કરવામાં આવી છે.જે શખસે ૧૧ જેટલી માર્કશીટો બનાવડાવી હતી તેવી માહીતી પ્રાપ્ત થઈ હતી.જો કે અન્ય ગામોમાં યુકે, કેનેડા જેવા વિદેશમાં મોકલવાના લાખો રૂપિયા લીધા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.સદર કૌભાંડમાં હજી વધુ નામ ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.