વર્ષાઋતુના પગલે વડીયા- કુંકાવાવ તાલુકાના વડીયા ગામ નજીક સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં ૧૦૦ ટકા પાણી ભરાયું

જળાશયમાં પાણીની આવક વધતા ઓવરફ્લો એલર્ટ, કુલ ૪ ગામોને ચેતવણી

જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા વાયરલેસ ઓપરેટર,અમરેલી ફ્લડસેલ દ્વારા સૂચના જારી

વર્ષાઋતુના પગલે વડીયા- કુંકાવાવ તાલુકાના વડીયા ગામ નજીક સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં પાણીની આવક થતાં તા.૩૧/૦૮/૨૦૨૨ બુધવારના રોજ ૨૦:૦૦ વાગ્યાની સ્થિતએ જળાશયની ડીઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા જળાશય ભરાઈ જતાં અમરેલીના વડીયા તાલુકાના વડીયા, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણીયા,ચારણ સમઢીયાળા, થાણા ગાલોલ એમ ૪ ગામોને ચેતવણી આપવામાં આવી છે. હાલ જળાશયમાં પાણીની ધીમી આવક ચાલું હોય જળાશયના દરવાજા ગમે તે સમયે ખોલવામાં આવી શકે છે, આથી જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર - જવર ન કરવા અનુરોધ કરવામાં આવે છે ઉપરાંત સાવચેત રહેવા માટે વાયરલેસ ઓપરેટર,અમરેલી ફ્લડસેલ-અમરેલી તેમજ વહીવટીતંત્ર દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. 

રીપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી