રાજ્ય/દેશની વિવિધ જગ્યાઓએ અસામાજિક તત્વો દ્વારા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી જાનહાની કરી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરવામાં આવે છે.આ પ્રકારની અસામાજિક ત્રાસવાદી પ્રવૃતિઓ કરવા વાહનો, હાઇવે પરની હોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકે તે માટે હાઇવે પરના પેટ્રોલ પંપ, હોટલો ,ટોલ પ્લાઝા તેમજ જિલ્લાની તમામ જાહેર જગ્યાએ સી. સી. ટી. વી. કેમેરા ફરજિયાત મૂકવાના રહેશે.
સાબરકાંઠા જિલ્લામાં હાઇવે પર આવેલ તમામ શોપીંગ મોલ,રેલ્વે સ્ટેશનો,એસ.ટી.ડેપો,મંદીરો,એસ.ટી.સ્ટેન્ડ, હોસ્પીટલો(ખાનગી તથા સરકારી),એ.ટી.એમ, મલ્ટીપ્લેક્ષ થિયેટરો,કોમર્શિયલ સેન્ટરો, શોપીંગ સેન્ટરો તેમજ મોટી જનમેદની એકત્રીત થતી હોય તથા અવર જવર કરતી હોય તેવી જગ્યાઓ મંડળી (નાણાં ધીરનાર સંસ્થા), આંગણવાડી, જાહેર પાર્કિંગ,બોર્ડિગ,ધર્મશાળા, અતિથિ ગૃહ,વિશ્રામ ગૃહ,પાવર હાઉસ ,બહુમાળી બિલ્ડિંગ,ભોયરા,રેસ્ટોરન્ટ,ખાનગી તેમજ સરકારી સંસ્થાઓમાં સ્થળના/માલિકોએ અથવા વહીવટકર્તાઓએ એન્ટ્રી ગેટ,એકઝીટ ગેટ, પાર્કિંગ પાછળના વિસ્થાર તેમજ અંદરના તમામ વિસ્તારમાં સી. સી. ટી. વી. કેમેરા ફરજિયાત મૂકવાના રહેશે.
સી.સી.ટી.વી.કેમેરા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નક્કી કરેલ ગુણવત્તા વાળા “image-colour,image-sensor,1.3“minium. Support-TCP IP and remote monitoring. Resolution-600 TVI. Min.compression H.264 MJPEG.system data storage-15 day min. with back light compensation and night vision capability.” વાળા રાખવાના રહેશે. આ હુકમ તાત્કાલિક ધોરણે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.