દાહોદ જિલ્લામા દિવસે ને દિવસે ગુનાખોરી ની ઘટના બનતી જોવા મળે છે. લોકો હત્યા કે દુષ્કર્મ જેવા ગુના કરવા માટે લોકો જરાય વિચાર નથી કરતાં, ત્યારે આવી વિકૃતતા ધરાવતા અને અસામાજિક તત્ત્વો સામે દાખલો બેસે તેવો ચુકાદો આજે લીમખેડા કોર્ટે આપ્યો છે. દુષ્કર્મ ના આરોપી ને ફાંસીની સજા સંભળાવવામા આવી છે.

વર્ષ 2018 મા સિંગવડ તાલુકામા એક હવસખોરે પોતાની અઢી વર્ષની સગી ભત્રીજીને વેફર અપાવવાના બહાને જંગલ વિસ્તારમા લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની હત્યા કરીને મૃતદેહ જંગલ વિસ્તારમા ફેંકી દીધો હતો. આ બનાવની ફરિયાદ રણધીકપૂર પોલીસ મથકે નોધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી કોર્ટમા ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ ચાલતા આજે લીમખેડાની એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી કાકાને દુષ્કર્મની કલમ હેઠળ 10 વર્ષ ની સજા અને હત્યા તેમજ પોકસો એક્ટ ની કલમો મુજબ ફાંસીની સજા ફટકારી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.