સંખેશ્ચર ખાતે રહેતા સાધુ રસીલા બેન બળદેવ દાસ જેઓ સતત ૧ વર્ષ થી વીજ વાયર દૂર કરવા અરજી કરી રહ્યા છે તેઓ ફરીથી તા:૧/૧/૨૦૨૨ ના રોજ અરજી કરેલ તેમજ તા:૨૫/૦૫/૨૦૨૨ ના રોજ કલેકટર પાટણ ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કલેકટર કચેરી ખાતે પણ અરજી કરી જણાવેલ કે અમારા મકાન ઉપર થી વીજ વાયર જે ચાલ્યો છે એ ખૂબ જ ઘાતક હોઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે નહિ તો આવનાર ચોમાસા માં કઈ તકલીફ ઘર માલિક ફેમિલી ને થશે તો જવાબદાર જીઇબી સમી રહેશે, સમી નાયબ ઇજનેર કાર્યપાલક સાહેબ શ્રીને સતત અરજી તેમજ રૂબરૂ ઓફિસ ખાતે મૌખિક વાત ચીત પણ કરેલ પણ જીઇબી સંતોષકારક જવાબ ના આવતા આજે આ પરિવાર ન્યાય ની માંગણી કરી રહયા છે.
સંખેશ્ચર શ્રી રામ સોસાઈટી એસ આર પેટ્રોલ પંપ ની સામે આવેલ મકાન મા આ પરિવાર રહે છે, જેમાં બે નાના બાળકો સહિત કુલ ૬ સભ્યો ઘર માં રહે છે,અને આ મકાન પરિવાર વીજ વાયર દૂર થાય તેવી અપેક્ષા સાથે સતત સમી જીઇબી ખાતે અરજી કરતા આવ્યા છે પણ ત્યાં ના જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી વીજ વાયર દૂર કરવા અરજી બાબત કામગીરી કરી રહ્યા નથી, સમી જીઇબી અધિકારી જવાબ આપતા આ પરિવાર ને જણાવ્યું હતું કે આ વીજ વાયર કોઈ દિવસ ત્યાં થી દુર નહિ થાય અને એક મજાક નો વિષય બનાવી દેતા આજે પરિવાર ન્યાય માટે અને જીઇબી ની આ ગેરવર્તણૂક સામે પ્રશ્નો કરી રહ્યા છે
કુટુંબ પરિવાર રહેણાંક ધરાવતા મકાન ઉપર થી વિધુત બોર્ડ ના GEB ના વાયર ની લાઈન ચાલી છે જે બિલકુલ મકાન ની ઉપર છે અને આ વીજ વાયર ખતરનાક સાબિત થઈ શકે છે,કોઈ હોનારત કે ચોમાસા માં સોર્ટ સર્કિટ થાય અને પરિવાર ને કોઈ નુકશાન થસે તો ટોટલ સંપૂર્ણ જવાબદાર સમી જીઇબી રહેશે એવું મકાન માલિક ના પુત્ર સાધુ લાલદાસએ જણાવ્યું હતું.