મહુધા કોહિનૂર પ્રાથમિક શાળાનાં આચાર્ય મલેક રફીક ભાઈ , રઝાભાઈ,ઈકબાલભાઈ ( એચ.ઓ.ડી ) અને મલેક હનીફભાઈ ( ટ્રસ્ટી ) નાં માર્ગદર્શન હેઠળ મહુધા કોહિનૂર પ્રાથમિક શાળા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા સ્વચ્છતા અભિયાન , મેલેરિયા નાબૂદી અને ગંદકી થી ફેલાતાં મચ્છરજન્ય રોગચાળા વિશે લોક જાગૃતિ અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું.

રેલીમાં શિક્ષક ઈરશાદ મલેક , દિપક ડાભી , અંજૂમન દિવાન તથા વિદ્યાર્થીઓ દ્વારા મહુધા શહેરના નાગરિકોનો ગંદકી ના ફેલાવવા અને સ્વચ્છતા રાખવા થી થતા ફાયદા અને બીમારી થી કેવી રીતે બચી શકાય તેવી બાબતો થી માહિતગાર કરાયા હતા.