સરખેજ વિસ્તારમાં થી ગુમ થયેલી યુવતી કલોલ

 માંથી મળી આવી

 મળેલી માહિતી અનુસાર સરખેજ વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ મા ભાડાના મકાનમાં રહેતી અંકિતા મીના (ઉ.વ. 20) શુક્રવારની રાત્રિ ના બે વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. ગુમ થયેલી યુવતી ને શોધવા માટે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈપણ પ્રકારની ભાળ ન મળતા, છેવટે પરિવારજનોએ સરખેજ પોલીસ સ્ટેશન માં ગુમ થયેલી યુવતી ને શોધવા માટે ફરિયાદ આપી હતી. ગુમ થયેલી યુવતી એકા-એક કલોલ ના બોરીસણા ગરનાળા પાસે શનિવારના રોજ કલોલ શહેર પોલીસને મળી આવી હતી. યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પરિવાર ફાઉન્ડેશનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી પરિવાર ફાઉન્ડેશનના ભાર્ગવભાઈ મિસ્ત્રી, સાદીકભાઈ, અનિલભાઈ . એસ બી શ્રીમાળી અને પોલીસે સંયુક્ત રીતે માનસિક રીતે અસ્વસ્થ રહેલી યુવતીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે સરખેજ વિસ્તારની રહેવાસી છે અને સાથે તેને તેના ભાઈ નો ફોન નંબર પણ પોલીસને આપ્યો હતો. જેથી પોલીસે તેના ભાઈનો સંપર્ક કરી માનસિક રીતે અસ્વસ્થ રહેલી યુવતીનુ તેના પરિવારજનો સાથે સ્નેહ મિલન કરાવ્યું હતું.