27/08/2022
'આપ’ના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ રોજગાર ગેરંટી યાત્રા અંતર્ગત અરવલ્લીમાં સભાનું આયોજન કર્યું.
2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે દરેક બેરોજગારને રોજગાર અને 10 લાખ સરકારી રોજગારી આપીશું: યુવરાજસિંહ જાડેજા
જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું: યુવરાજસિંહ જાડેજા
‘આપ’ની સરકારે દિલ્હી અને પંજાબમાં રોજગારી આપી બતાવી છે અને હવે ગુજરાતમાં પણ આપશે: યુવરાજસિંહ જાડેજા
ગુજરાતમાં સરકારી નોકરી માટે ક્યારેક પરીક્ષા આવે છે તો ક્યારેક પરીક્ષા કેન્સલ થઈ જાય છે, પરીક્ષા લેવાય તો પેપર લીક થઈ જાય છે, પરીક્ષામાં ગેરરીતી થાય છે: યુવરાજસિંહ જાડેજા
બાબાસાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહના વિચારો અને સિદ્ધાંતોથી આમ આદમી પાર્ટીનું નિર્માણ થયું છે: યુવરાજસિંહ જાડેજા
આપણા બંધારણમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, કઈ રીતે સામાન્ય માણસને, પછાત વર્ગના લોકોને, ગરીબોને કઈ રીતે તેમના બંધારણના મૂળભૂત અધિકારો આપવામાં આવે: યુવરાજસિંહ જાડેજા
મેં જાતે જોયું છે કે, સિસ્ટમમાં એવી ભૂલો હતી કે જેના કારણે લોકોના હકનો રોટલો પૈસાના જોરે, રાજકીય જોરે બીજાને આપી દેવામાં આવતો હતો: યુવરાજસિંહ જાડેજા
સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાના બાળકોને મદદ કરવા માટે ગરીબ માતા પિતા પોતાના ઘરેણા પણ વેચવા મજબૂર બન્યા છે: યુવરાજસિંહ જાડેજા
જનતાને સુખ સુવિધાઓ પુરી પાડવાનું કામ સત્તા પક્ષે કરવાનું હોય એ સત્તા પક્ષની ભૂમિકા છે: યુવરાજસિંહ જાડેજા
સત્તા પક્ષ રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે: યુવરાજસિંહ જાડેજા
જેણે શિક્ષણનો શ નથી આવડતો તે શિક્ષણ વ્યવસ્થા સાંભળીને બેઠા છે: યુવરાજસિંહ જાડેજા
અમે હવામાં વાત નથી કરતા, શિક્ષિત છીએ અધ્યાત્મક વાત કરતા આવડે છે: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/અરવલ્લી/ગુજરાત
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા દરમિયાન એક જનસભામાં જનતાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના સિદ્ધાંત અને વિચારધારા બે વ્યક્તિઓ પર આધારિત છે, એક છે બાબાસાહેબ આંબેડકર અને બીજા છે શહીદ ભગતસિંહ. એમના વિચારો અને સિદ્ધાંતોથી આ પાર્ટી શરૂ થઈ છે અને એમના વિચારોને અનુસરીને જ આ પાર્ટી આગળ વધી રહી છે. આપણા બંધારણમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, કઈ રીતે સામાન્ય માણસને, પછાત વર્ગના લોકોને, ગરીબોને કઈ રીતે તેમના બંધારણના મૂળભૂત અધિકારો આપવામાં આવે. હું યુવાન છું તો જ્યાં અન્યાય થાય છે જ્યાં ખોટું થાય છે જ્યાં કોઈના હકનો રોટલો કોઈ બીજું છીનવી રહ્યું છે ત્યારે હું મક્કમ અવાજે બોલું છું અને એ લોકો માટે અવાજ ઉઠાવું છું.
મેં સરકારી પરીક્ષા પાસ કરી પછી મને અરવલ્લીમાં બિન હથિયારી તરીકે નોકરી મળી પણ અમુક કારણોસર મેં સ્વીકારી ન હતી. પણ ત્યારબાદ બીજી નોકરીઓ માટે પ્રિલિમ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો ત્યારે મેં જોયું કે જે સિસ્ટમ ચાલતી હતી અને તે સિસ્ટમમાં જે ભૂલો હતી એ સિસ્ટમની ભૂલોને દૂર કરવી ખૂબ જ જરૂરી હતી કારણ કે મેં જે અનુભવ્યું છે કે લોકોના હકનો રોટલો પૈસાના જોરે, રાજકીય જોરે બીજાને આપી દેવામાં આવતો હતો.
હું અત્યારે આખા ગુજરાતના ગામે ગામની મુલાકાત લઉં છું તો આવી જ રીતે એક ગામની મુલાકાત દરમિયાન એક પિતાજી સાથે મારી વાત થઈ તો એમણે મને જણાવ્યું કે, એમનો દીકરો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગરમાં રહે છે અને તૈયારી કરે છે, તેઓ પોતે મજૂરી કરીને જીવનનું ગુજરાન ચલાવે છે અને તેમના બાળકને પૈસા મોકલવા માટે તેમને પોતાની પત્નીના ઘરેણા પણ ગીરવે મૂક્યા હતા પણ વર્ષોના વરસ જતા રહ્યા અને પરીક્ષાના થઈ બાળકની નોકરી ન લાગી તો એ ઘરેણાં પણ જતા રહ્યા. જોત જોતામાં ચાર વર્ષ નીકળી ગયા ક્યારેક પરીક્ષા આવે છે તો ક્યારેક પરીક્ષા કેન્સલ થઈ જાય છે, પરીક્ષા લેવાય તો પેપર લીક થઈ જાય છે, પરીક્ષામાં ગેરરીતી થાય છે. તો મેં એમને વાયદો આપ્યો કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પરીક્ષાઓ પણ થશે અને યુવાનોને નોકરીઓ પણ મળશે.
અમારા પોતાના જ ગામમાં લાગવગ વાળી સિસ્ટમ ચાલતી હતી, કે 12 લાખ આપી ડો કે આટલા આપી દો તો તમારા દીકરાને ક્લાર્ક બનાવી દઈએ, તલાટી બનાવી દઈએ. છતાંય અમુક લોકો કહે કે ના અમારો દીકરો તો પોતાની મહેનતથી જ લાગશે, અને પછી છેલ્લે પેપર જ ફૂટી જાય. હમણાં જ એક ખબર મળી મને કે એક વિદ્યાર્થીએ પોતાનો દેહ ગુમાવી દીધો, એણે કહ્યું છે કે પરીક્ષામાં કૌભાંડો થાય છે, પરીક્ષા યોજવામાં ખુબ જ અનિશ્ચિતતા હોય છે. તે વિદ્યાર્થીએ ખુબ તૈયારી કરી પણ પરીક્ષા ના થઇ અને છેલ્લે કંટાળીને તેણે પોતાનો જીવ ટૂંકાવી દીધો. એટલે પછી મેં ઘણા પેપર ફોડ કૌભાંડના પર્દાફાશ કર્યા, આ કામ મારું નથી, સરકારનું કામ છે. સરકાર પાસે CBI છે, ED છે, આ સરકારે કરવાનું હોય પરંતુ અમારે કરવું પડે છે. પણ તેઓ તો જે રાજ્યમાં ભાજપની સરકાર ના હોય ત્યાં સરકાર પાડવામાં વ્યસ્ત છે.
જનતાને સુખ સુવિધાઓ પુરી પાડવાનું કામ સત્તા પક્ષે કરવાનું હોય એ સત્તા પક્ષની ભૂમિકા છે. પરંતુ એ સત્તા પક્ષ રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. હું ભાજપને કહેવા માંગુ છું કે જો રોજગારી ન આપી શકતા હોવ તો રાજીનામું આપી દો , અમને રોજગાર આપતા આવડે છે અમે આપીશું. દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ કરીશું. જેણે શિક્ષણ નો શ નથી આવડતો તે શિક્ષણ વ્યવસ્થા સાંભળીને બેઠા છે. અમે હવામાં વાત નથી કરતા, શિક્ષિત છીએ અધ્યાત્મક વાત કરતા આવડે છે. તમને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ જે ગેરંટી આપી છે તે કેમની પુરી થશે તે સમજાવવા અમે આવ્યા છીએ.
હવે સમય આવી ગયો છે કે આપણે આપણા માટે અને આપણા બાળકો માટે જાગી જઈએ. એક સારું જીવન જીવન માટે આપણે શું માંગીયે? કે સારું શિક્ષણ હોય, સારી આરોગ્ય વ્યવસ્થા હોય, વીજળી-પાણીની સુવિધા હોય, રોજગાર હોય આ બધું જનતાને તેમના જ ટેક્સના પૈસાથી પરત કરવાની જવાબદારી સરકારની છે. એટલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને ગેરંટી આપી છે કે 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે દરેક બેરોજગારને રોજગાર અને 10 લાખ સરકારી રોજગારી આપીશું. અને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા