મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના નાડા ગામ ખાતે ગત 21 જુલાઈ ના રોજ રાત્રીના સમયે એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક કુપુત્રએ જ માતાનું કાસળ કાઢ્યું હતું. જમનાવાનું બનાવી આપવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી કરી ઝગડો કરી અંતે માતાને મોતને ઘાટ ઉતારી હતી જે આરોપીને ગણતરીના દિવસોમાં વિરપુર પોલીસે ઝડપી લીધો હતો ૨૧ તારીખની રાત્રીના આશરે દશેક વાગ્યના સુમારે આરોપી પુત્ર પર્વત ઉર્ફે લાલો રમેશભાઇ માલીવાડ ઉ.વ.20 જે બહારગામથી આવી પોતાની માતા પાસે ખાવાનુ માગતા તેની માતા મધીબેને ખાવાનું તૈયાર નથી,બનાવી આપું છું તેવી વાત કરતા આરોપી પુત્રએ ઉશ્કેરાઇ જઇ પોતાની માતા મધીબેન તથા પિતા રમેશભાઇ સાથે ઝગડો કરી તૈયારીમાં ખાવાનુ બનાવી આપો નહી તો ટાંટીયા તોડી નાખીશ તેવી ધમકી આપી તેના પિતાને મારવા ધસી જતા તેના પિતા રમેશભાઇ પુત્રના મારથી બચવા માટે નજીકમાં આવેલ જંગલ તરફ જીવ બચાવી ભાગી ગયા હતા ત્યારબાદ આરોપીએ તેની માતા મધીબેનને તૈયારીમાં જમવાનું બનાવી આપવાનું કહેવા લાવ્યો પરંતુ મધીબેને તેને જમવાનું બનાવવામાં વાર લાગશે તેવુ કહ્યું હતું એટલે આરોપી પુત્ર ઉશ્કેરાઇ ગયો અને મધીબેનને ગડદાપાટુનો માર મારવાનુ શરૂ કર્યું હતું. આ દ્રશ્ય નજીકમાં રહેતો આરોપીના કાકાનો છોકરો ભરતભાઇ જોઇ જતા તે દોડી આવ્યો અને મધીબેનને છોડાવવા માટે વચ્ચે પડ્યો જેથી આરોપી પર્વતે તેને પણ ગડદાપાટુનો માર મારી 'તને અહી કોણે બોલાવ્યો છે ભાગ અહીથી" તેમ કહી ડરાવી ધમકાવી તેને કાઢી મુક્યો. પછી આરોપીએ વધુ ઉશ્કેરાઇ જઇ ઘરના આંગણાં પડેલ એક વાંસનો ડંડો ઉપાડીને તેની માતા મધીબેન આંગણાંમાં પાથરેલ ખાટલામાં બેઠા હતા તેને માથાના ભાગે એક ફટકો માર્યો જેથી મધીબેન ચીસ પાડીને ખાટલામાં જ સુઇ ગયા ત્યારબાદ આરોપી પણ બાજુમાં પડેલ ખાટલામાં સુઇ ગયો અને બીજા દિવસ 22 જુલાઇના રોજ સવારના આશરે છએક વાગ્યે ઉઠ્યો ત્યારે તેની માતાને જોતા તે મૃત હાલતમાં હતા, જેથી તેણે માતાના મૃતદેહને ઉપાડીને ઘરમાં પડેલ એક ખાટલામાં સુવડાવીને ભાગી ગયો હતો. ત્યારબાદ મૃતક મધીબેનના પતિ રમેશભાઇ સવારમાં આઠેક વાગ્યે પોતાના ઘરે પરત આવતા તેણે મધીબેનને મૃત હાલતમાં જોતા પોતાના નજીકના સગાસબંધીને બોલાવી જાણ કરી બાદમાં પોલીસમાં ફરીયાદ આપતા વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ખુનનો ગુન્હો દાખલ થયો હતો વિરપુર પોલીસ મથકે ખૂનનો ગુન્હો નોંધાતા વિરપુર પીએસઆઇ, એસ.બી.ઝાલાએ આ ગુન્હાની તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ આ ગુન્હાનો આરોપી બીજો કોઇ આવો ગુન્હો આચરે તે પહેલા તેને ઝડપી લેવા પરીણામલક્ષી પ્રયાસો કરવા સુચના આપી. જેથી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા તથા સર્કલ પીઆઇ, પી.આર.કરેણના માર્ગદર્શન હેઠળ આ આરોપીને ઝડપી પાડવા માટે વિરપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.પોલીસે આરોપી પર્વત ઉર્ફે લાલો, જેનો મોબાઇલ નંબર મેળવી તપાસ કરતા સ્વીચ ઓફ આવતો હતો. તેનુ કોઇ લોકેશન મળી શકતું નોહતું જેથી નાડા ગામ આજુબાજુમાં આવેલ સીમ વિસ્તારમાં વિરપુર પોલીસે તપાસ હાથ ધરી તેમજ નાડા ગામમાં નાઇટ દરમ્યાન કોમ્બિંગ પણ કરવામાં આવ્યું. પરંતુ આરોપીની કોઇ ભાળ ન મળી જેથી પોલીસ અધિક્ષક મહીસાગરની સુચના આધારે આ બાબતે પીએસઆઇ, એસ.બી.ઝાલાએ એક સ્પેશિયલ ટીમ બનાવી ખાનગીરાહે આરોપીની માહીતી મેળવવા પ્રયત્નો શરૂ કરેલ હતા.પોલીસ તાપસ દરમ્યાન પીએસઆઇ એસ.બી.ઝાલાને હુમન ઇન્ટેલેજન્સથી ખાનગીરાહે બાતમી મળી કે, આ આરોપી નાડા ગામના ડુંગરાળ જંગલમાં દેખાયેલ છે જેથી પીએસઆઇ, ઝાલા તથા તેમની ટીમ દ્વારા આરોપીનુ પગેરૂ દબાવી અથાક પ્રત્યત્નો કરી સઘન તપાસ કરી ગાઢ જંગલમાંથી આરોપીને જંગલમાંથી દબોચી લીધો હતો.પોલીસે સઘન તાપસ બાદ આરોપી પર્વતને જંગલ માંથી ઝડપી પાડી પૂછપરછ કરતા તે સ્થાનિક વિસ્તારનો ભોમિયો હતો.પોલીસની હિલચાલ દેખાય તો ગાઢ જંગલમાં છુપાઈ જતો હતો. અને આ દિવસો દરમિયાન રાતના સમયે જંગલ માંથી બહાર આવી નજીકમાં આવેલી નદીના કિનારે જઈ ત્યાંથી તણાઈ ને આવતા સૂકા નાળિયેલ શોધી તોડીને ખાઈને રહેતો હોવાનું જણાવ્યું છે. આમ વિરપુર પોલીસે માતાની કરપીણ હત્યા કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે....

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available