કોંગ્રેસ ના દિગગજ નેતા ગુલામ નબી આઝાદે તમામ પદો અને પ્રાથમિક સદસ્યતા માંથી રાજીનામુ આપી દીધું છે, તેમને રાહુલ ગાંધી ને અપરિપક્વ નેતા ગણાવ્યા, પાંચ પાના નો પત્ર લખી રાજીનામુ ધરી દીધું, પત્ર માં સહુથી તીખી પ્રતિક્રિયા રાહુલ ગાંધી માટે કરી છે, કોંગ્રસ ની પડતી કે બરબાદીનું કારણ રાહુલ ગાંધી છે, તેમને કહ્યું રાહુલ ગાંધી ને જ્યાર થી ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી કોંગ્રેસ ની ઉતરોતર અધોગતિ થતી ગઈ છે, "રાહુલગાંધી અપરિપક્વ નેતા છે " હવે કોંગ્રેસ પાર્ટીને ચાપલૂસો ચલાવી રહ્યા છે તેમને સોનિયા ગાંધી ફક્ત નામના અધ્યક્ષ રહી ગયા છે, બધાજ નિર્ણય રાહુલગાંધી લે છે એટલુંજ નહીં રાહુલ ના સિક્યુરિટી અને પી. એ. ચાપલુસી કરી રહ્યા છે, આ એક નવું ગ્રુપ બની ગયું છે કોંગ્રેસ માં જેને તમામ સિનિયર અને અનુભવી નેતાઓ ને સાઈડ લાઈન કરી દીધા છે.

કોંગ્રેસ અત્યારે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ શોધ છે. બીજી તરફ નહેરુ- ગાંધી યુગની પેઢી પાછળ તૈયાર થયેલા બધા વરિસ્થ નેતા એક પછી એક કોંગ્રેસ છોડી રહ્યા છે.

હવે લાગી રહ્યું છે ગુલામ નબી આઝાદ નવી પાર્ટી બનાવશે કે પછી એવું પણ બની ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ સરકાર જમ્મુ કાશ્મીરમા વિધાનસભા ચૂંટણી આવી રહી છે, તો ગુલામનબી આઝાદ ને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી શકે છે. પાંચ મહિના પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી ખરાબ હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસના અસંતુષ્ટ G-23 ગ્રુપની ડિનર મીટિંગ થઈ હતી. એ પછી પાર્ટીમાં નેતૃત્વને લઈને વિદ્રોહની અટકળો શરૂ થઈ ગઈ હતી.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.