ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે અને ટીકીટ માટેની દોડધામ વચ્ચે સૌરાષ્ટ્રના કોળી પટેલ સમાજના આગેવાન ગણાતા પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ હવે ભાજપ અને કોંગ્રેસ એમ બંને રાજકીય પક્ષને આડકતરી રીતે કહી દીધું છે કે જો આ બે પક્ષો માંથી કોઈ ટીકીટ નહિ આપેતો અપક્ષમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત હાલ ગુજરાતમાં હોય સોમા પટેલ તેમને મળવા માટે અમદાવાદ સ્થિત શાહીબાગ સર્કિટ હાઉસમાં તેમને મળવા ગયા હતા. જોકે, ગેહલોતે તેમને સમય નહિ આપતા તેઓ અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

ગેહલોતે સમય ના ફાળવતાં અંતે સોમા પટેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોંગ્રેસના સહપ્રભારી રામ કિશન મીના સાથે મુલાકાત કરીને બાદમાં રવાના થઇ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને ટેકેદારોએ વર્ષ 2020માં રાજીનામા આપતાં 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની નોબત આવી હતી. આ રાજીનામા અપનારમાં સોમા પટેલ પણ સામેલ હતા.
જેમણે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો હવે ચૂંટણી આવતા એકાએક સોમા પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી દૂર થઈ ગઈ હોય તેમ ગેહલોતને મળવા જતા તેઓને ગેહલોતે મુલાકાત આપી ન હોવાની વાતે ભારે ચર્ચા જગાવી હતી.
આમ,કોળી સમાજના આગેવાન હવે બરાબર રોષે ભરાયા છે અને ટીકીટ નહિ મળેતો અપક્ષ લડવાની જાહેરાત કરી છે