પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિવિધ પર્વોમાં શિરમોર શિરોમણી પર્વ પર્વાધિરાજ પર્યુષણમહાપર્વ-પૂજય નયશેખર વિજયજી

પાલનપુર નગરે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં અને અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજાનું જન્મ સ્થળ શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના યોજાઇ.જેમાં સવારે 9.00 કલાકે પૂજય ગુરુ ભગવંત દ્વારા પાંચ કર્તવ્ય પર વ્યાખ્યાન દરમ્યાન શ્રાવક- શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.પર્યુષણના પ્રથમ દિવસના સાવરેથી ભાવિકોએ જીનાલાય માં પરમાત્માની પૂજા,સ્નાત્ર મહોત્સવ,ઉપાશ્રયમાં વ્યાખ્યાન,બે ટાઈમનું પ્રતિક્રમણ વિગેરે ભાવિકોએ કરેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા જણાવેલ કે પ્રથમ દિવસે પાંચ કર્તવ્ય પર સમજાવેલ જેમાં (1) અમારી પ્રવર્તન:-કોઈને પણ મારવું નહીં એટલે અહિંસા નું પાલન કરવું અને કરાવવું જગતના સઘળા જીવો સાથે મૈત્રી તે અમારી પ્રવર્તનનું વિધાયક સ્વરૂપ છે.(2) સાધર્મિક વાત્સલ્ય:-સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા.તેમની ભક્તિ કરવી જોઈએ.જેથી પરસ્પર ધર્મમાં દ્રઢતા આવે છે.ટૂંકમાં પોતાના સાધર્મિકની આર્થિક, સામાજીક, શારીરિક,માનસિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારની ચિંતા કરવી અને તેના સંકટ નિવારણ માં સહાયક બનવું.તેનું નામ સાધર્મિક ભક્તિ છે.(3) ક્ષમાપના:-મન વચન અને કાયાથી કોઈને પણ દુઃખ પહોંચાડયું હોય તો ક્ષમા માંગવી અને ક્ષમા આપવી જે ખમાવે છે તે આરાધક અને જે નથી ખમાવતો વૈર રાખે છે. તે વિરાધક છે.(4) આઠમ તપ:- પર્યુષણની આરાધના નિમિત્તે અટ્ઠમ એટલે ત્રણ દિવસ ના ઉપવાસ કરવાની જિનાજ્ઞા છે.તથા દ્વારા પૂર્વ જેનીત કર્મો નાશ પામે છે.તપ યથાશક્તિ કરવાનો છે.(5) ચૈત્ય પરિપાટી:-ધર્મ બતાવનાર પરમ ઉપકારી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞાતા અને અહો ભાવ વ્યત કરવા સમૂહમાં જિનાલયમાં દર્શનાર્થે જવું તે ચૈત્ય પરિપાટી કહેવાય છે.આ પાંચ કર્તવ્યના પાલન દ્વારા ભાવિકો પર્યુષણ પર્વની આરાધના કરે છે.આ પ્રસંગે પાલનપુર જૈન સંઘના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ