ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સંગઠન ટકાવી રાખવામાં જાણે નિષ્ફળ સાબિત થઈ રહયા છે, કોંગ્રેસમાં મોટા પાયે નારાજગીનો માહોલ છે અને ધીરેધીરે આમ આદમી પાર્ટી અને ભાજપ તરફ માહોલ બની રહ્યો છે અહીં મોટાભાગના આગેવાનો રાજીનામાં આપી રહયા છે અને કેટલાય આપી ચૂક્યા છે.

ભરૂચમાં એક સમયે કોમી એકતાના પ્રતિક એહમદ પટેલે કોંગ્રેસનો ગઢ બનાવ્યો હતો તે ગઢના કાંગરા ખરી રહયા છે આજે અહેમદ પટેલ જો હયાત હોતતો અહીં કોંગ્રેસનું પતન જોઈ દુઃખી થયા હોત અહીંની સ્થાનિક નેતાગીરી સામે શરુઆતથી જ અસંતોષ હતો અને તેનું પરિણામ બધા સામે છે.
ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે એહમદ પટેલના જન્મદિન નિમિત્તે સદભાવના સભા યોજાઈ ત્યારે મોટાભાગની ખુરશીઓ ખાલી નજરે પડતી હતી જે આજે કોંગ્રેસની જે સ્થિતિ છે તે ઉજાગર કરતી હતી.
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એહમદ પટેલના જન્મદિન નિમિત્તે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં સદભાવનાસભા યોજવામાં આવી
અને બે મિનીટ મૌન પાળી એહમદ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને તેઓના નિખાલસતા ભર્યા સ્વભાવ અને સેવાકીય કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ સદભાવના સભામાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, આગેવાન સંદીપ માંગરોલા,માનસિંહ ડોડીયા વગરે હાજર હતા, પણ મોટાભાગની ખુરશીઓ ખાલી નજરે પડતી હતી એક સમય હતો કે કોંગ્રેસનો કોઈપણ કાર્યક્રમ હોય આ એજ હોલ છે જ્યાં ખીચોખીચ ભરાયેલો રહેતો હતો આજે આજ હોલમાં આગળની ખુરશીઓતો ભરેલી હતી પણ પાછળ સાવ ખાલી ખાલી જણાતું હતું અને પાંખી હાજરી વચ્ચે હોલ ભરેલો હોય તેવા ફોટા પડવાના પ્રયાસ છતાં પાછળની લગભગ ખુરશીઓ ખાલી હતી જે આજની વાસ્તવિકતા જણાવતી હતી અને કૉંગ્રેસના અનેક ચહેરા ગાયબ જણાયા હતા આમ ભરૂચમાં ચૂંટણી અગાઉજ કોંગ્રેસનું લગભગ અચ્યુતમ થયેલું સામે આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ગેહલોત આ વાતની નોંધ લઈ સ્થાનિક રાજકીય આગેવાનોને બોલાવી મત લેશે તો સાચી હકીકત જાણવા મળી શકે છે અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ થશે તે વાત સમીક્ષકો ભાર પૂર્વક જણાવી રહયા છે.