અમીરગઢના એક ગામે આવેલી માધ્યમિક આશ્રમ શાળાના શિક્ષકની હવસભરી કરતૂતથી શિક્ષણ બેડામાં ચકચાર મચી છે. શિક્ષકે પોતાના મિત્રની પત્ની ઉપર નજર બગાડી હતી. મિત્રની પત્ની સાથે બળજબરી કરી દૂષ્કર્મ ગુજરી હેવાનિયતની બધી સીમા પાર કરી છે. જે ઘટનાની ફરિયાદ નોંધાતા અમીરગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના એક ગામે આવેલી માધ્યમિક આશ્રમશાળાના શિક્ષકે સાથી શિક્ષકની પત્ની પર દૂર્ષકર્મ ગુજાર્યુ હતું. ભોગ બનેલી મહિલાએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી અને તેઓના પતિ આશ્રમ શાળામાં નોકરી કરતા હોઈ અને આશ્રમ શાળાના ક્વાર્ટરમાં રહેતા હતા, આથી બંને વચ્ચે સારો પરિચય થતા અવાર નવાર મળતા પરિવાર જેવા અહેસાસ કરાવી આરોપીએ ભોગ બનેલી મહિલાને હોટલમાં લઇ ગયા હતો.
ભોગ બનનાર મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી હતી અને તેના પતિનો દારૂ છોડાવવા જણાવ્યું હતું. તેઓએ એક દિવસ મહિલાને ગોળી આપી હતી, જે ગોળી ભોગ બનાનનાર મહિલાએ પોતાના પતિને દૂધમાં પીવડાવી હતી ત્યારબાદ આરોપી મોડી રાત્રે ફરીયાદીનાં રૂમમાં આવી કહેલ કે, આ ગોળી દારૂ છોડાવવાની ન હતી પરંતુ ઊંઘની હતી આમ કહી ફરીયાદી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. હોટલમાં સાથે રોકાયા હતા તે બધાને કહી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.
આમ મહિલાના પતિ ઘરે ના હોય ત્યારે આવી રીતે આવી કુકર્મ કરતા છેલ્લા છ માસમાં ચાર વાર બળાત્કાર ગુર્જાયો હતો. અંતે ભોગ બનેલી મહિલાએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.