બે વર્ષના અંતરાલ બાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. મંદિરો, હવેલીઓમાં આઠમની રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. સાથોસાથ મટકીફોડના કાર્યક્રમો અને રાસ-ગરબાની રમઝટ જામી હતી આઠમે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. અનેકવિધ ફ્લોટ્સ, રાસમંડળીઓ, ધૂન ભજન, ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રાઓમાં નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલ કીનો નાદ ગૂંજી ઉઠયો હતો. સમગ્ર સિહોર જાણે કૃષ્ણમય બની ગયું હતું શહેર ભરવાડ તેમજ રબારી સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ રંગા રંગ રીતે. ઉજવાય ગયો હતો ભરવાડ સમાજના ગોવાળ ગ્રૂપ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકર દ્વારા મંદિરથી લઈને રાધાકૃષ્ણ મંદિર સુધી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરમ પૂજ્ય ઈશુબાપુ બાવળીયાળી તેમજ સ્વર્ગસ્થ કીશન બોળીયાના બેનરો વગેરે લગાવવામાં આવ્યા હતા તેમજ શહેર રબારી સમાજ દ્રધરા પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી વડલા ચોક થી લઈને પંચમુખા મહાદેવ સુધી મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય વડવાળા ધામ કણીરામ બાપુ તેમજ વડવાળા દેવ ના બેનરો લગાવવામાં આવ્યા હતા જન્માષ્મીની ભાવ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આ જન્મોત્સવમાં કલાકથી મટકીફોડ અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા