કેન્દ્રમાં મોદી સરકાર હોવા છતાં કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાં હત્યા થઈ રહી છે, ઘાટીમાં માત્ર સાત મહિનામાં જ 24 લોકોની હત્યા થઈ છે.

ગયા ઓક્ટોબરથી શરૂ થયેલી કાશ્મીરી પંડિતોની હત્યાનો સિલસિલો હજુ ચાલુ છે. જેઓ બચી ગયા છે તેઓનું કહેવુ છે કે અમે અમારાં માતા-પિતા, સંતાનોને ગુમાવવા માગતા નથી.
વહીવટીતંત્ર સાંભળતું નથી. પોલીસ પણ માનતી નથી. અમે ઘર છોડીને પણ નથી નીકળી શકતા અને મોતના ડરથી અહીં રહી પણ શકતા નથી.

સરકાર અને વહીવટીતંત્ર તરફથી સુરક્ષા મળતી નથી. અહીં
પોલીસ, આર્મી, બધું જ છે, પણ આતંકવાદીઓને બેફામ છે તેઓ કોઈને દાદ દેતા નથી અને આવે છે, નામ પૂછે છે, …અને ગોળી મારી દે છે.
આજે પણ કાશ્મીરી પંડિતોમાં ખૂબ જ ભય છે,જ્યારે કોઈને ગોળી મારવામાં આવે અથવા મારી નાખવામાં આવે ત્યારે ઘરોની આગળ સિક્યોરિટી ગાર્ડ બેસાડવામાં આવતા હોવાની વાત અહીંના સ્થાનિક કશ્મીરી પંડિતો કરી રહયા છે.
કલમ 370 હટાવ્યા બાદ પણ સ્થિતિ સારી નથી અને આતંકીઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહયા છે, ડરાવી રહયા છે.