પ્લાસ્ટિકના બદલે ભરપેટ જમાડતું કાફે કેટલું સફળ? અંબિકાપુર શહેરે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને ભૂખમરો દૂર કરવાના સાધનમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે.વર્ષ 2019 માં, અહીં "ગાર્બેજ કાફે" શરૂ કરવામાં આવ્યું હતું, જેનું સૂત્ર હતું - "જેટલો વધુ કચરો, તેટલો વધુ સ્વાદિષ્ટ ખોરાક."આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વચ્છતા બજેટમાંથી ચલાવવામાં આવે છે. આ કાફે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલું છે.

આ વિચાર અંબિકાપુરની બે હાલની સમસ્યાઓ - પ્લાસ્ટિક કચરો અને ભૂખમરો - ને ઉકેલવા માટે આવ્યો.આ યોજનાનો ઉદ્દેશ્ય એ હતો કે ગરીબ લોકો, ખાસ કરીને બેઘર અને કચરો ઉપાડનારાઓ, શેરીઓ અને કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક એકઠું કરે અને બદલામાં તેમને ગરમ ખોરાક મળે.સ્થાનિક મહિલા રશ્મિ મંડલ દરરોજ કાફેમાં પ્લાસ્ટિક લાવે છે. દરરોજ સવારે તે અંબિકાપુરના રસ્તાઓ પર જાય છે અને જૂનાં ફૂડ રૅપર અને બૉટલ જેવાં નકામાં પ્લાસ્ટિક એકત્રિત કરે છે.

છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર શહેરમાં આવેલા આ કાફેમાં દરરોજ લોકો પોતાની ભૂખ સંતોષવા માટે આવે છે.તેઓ ગરમાગરમ ભોજન મેળવવાની અપેક્ષાએ આવે છે. પરંતુ તેઓ તેના માટે પૈસા ચૂકવતા નથી.તેના બદલે, તેઓ પ્લાસ્ટિકના બંડલ જેમ કે જૂની પ્લાસ્ટિકની થેલીઓ, ફૂડ રેપર અને પાણીની બૉટલો આપે છે.