ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા અને દેશની આઝાદી  માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને નવી પેઢી સાચા અર્થમાં યાદ કરી શ્રદ્ધાંજલિ આપે અને આઝાદીના મૂલ્ય તથા દેશ પ્રત્યે પોતાના કર્તવ્યોને પણ સમજે તે હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આહવાનથી 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમનું આયોજન શારદા વિદ્યા મંદિર હાલોલ ખાતે કરવામાં આવ્યું. મુઠ્ઠીમાં વિવિધ જગ્યાઓની માટી લઈને વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, ગુલામીની માનસિકતાની નિશાનીઓને નાબૂદ કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. આપણા વીર શહીદોના ફોટોની પ્રદર્શની અને અમર જ્યોતની માફક જ્યોત પ્રજ્વલ્લિત કરીને બલિદાનને યાદ કરવામાં આવ્યા. 'અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે..' ગીત ગાઈને દેશભકિતથી સરાબોર માહોલમાં વિદ્યાર્થીઓ દેશપ્રેમના પાઠ શીખ્યા. 'વસુધા વંદન' અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટીશ્રી ડૉ. અર્પિતભાઈ ઠાકર, ગોપાલભાઈ પટેલ તથા ચતુર્ભુજભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહીને ઉત્સાહ વધાર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं