ધાનેરાના એડાલ ગામમાં 7750 સોલાર પ્લેટ બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કંપનીના સોલાર પ્લેટના જથ્થામાં શનિવારે બપોરે 2 વાગ્યે વચ્ચોવચ ધુમાડો દેખાયો કંપનીના અધિકારી ને જાણ કરાવી પરંતુ આવતા મોડું થયું અને આગ ફેલાઈ ગઈ હતી.
ધાનેરાના સિયા ગામમાં સોલાર પાર્ક આવેલો છે.જયાં એડાલ ગામ પાસે સોલાર પેનલનો વિશાળ જથ્થો પડ્યો હતો. જેમાં એક તરફ 500 બોક્સ અને બીજી તરફ 250 બોક્સ પડ્યા હતા. વચ્ચે સ્ટેન્ડનો જથ્થો પડ્યો હતો.
જ્યાં 250 બોક્સ રાખેલા હતા તેની તેની વચ્ચોવચ બપોરે 2:00 વાગે અચાનક ધુમાડો દેખાતા ફરજ પરના ચોકીદારે સિયા સ્થિત કંપનીની કચેરીએ જાણ કરી હતી પરંતુ ફરજ પરનો સ્ટાફ પહોંચે તે પહેલા તો ત્રણ વાગ્યા સુધીમાં આગ એ ભયાનક રૂપ લઈ લીધું હતું અને ફાયર ફાઈટર આવીને આગ પર કાબુ મેળવી તેની પહેલાં તો તમામ 7700 પ્લેટ આગમાં સ્વાહા થઈ ગઈ હતી.
આ અંગે ફરજ પરના કર્મચારીઓ જણાવ્યું હતું કે " બાજુમાં જ 500 બોક્સ પડ્યા હતા જે વચ્ચે સ્ટીલની પેનલ હોવાથી આગ ત્યાંથી આગળ વધી ન હતી. અને તેનો બચાવ થઈ ગયો હતો.
આ અંગે ડીસા ફાયરના નરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે " એડાલ ગામમાંથી ઘટના સ્થળે જવાનો રસ્તો ખૂબ જ સાંકડો અને નેળીયા વાળો હોવાથી મોટું ફાયર ફાઈટર ઘટના સ્થળે જઈ શકે તેમના હોવાથી ધાનેરા અને ડીસા પાલિકાના મિની ફાયર ફાઈટર છેલ્લા ચાર કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ સોલાર પ્લેટો જેમ જેમ ગરમ થાય છે તેમ તેમ ધડાકા થાય છે. જેથી આગળ કાબુમાં આવી શકતી નથી.
સાંજે આઠ કલાક સુધી ધાનેરા ફાયર ફાઈટરે સાત પાણીના ટેન્કરો ખાલી કર્યા છે. જ્યારે ડીસા ના ફાયર ફાઈટરે પાંચ પાણીના ટેન્કરો ખાલી કર્યા છે. જ્યાં સુધી પાણીનો મારો સ્પીડથી ચલાવવામાં નહીં આવે ત્યાં સુધી આગ કાબુમાં આવી શકે તેમ નથી.