દાહોદમાં આવેલ સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ ની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ સંચાલિત તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં તાલુકામાંથી જીતેલા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હતુ . ઓપન કેટેગરીના સ્પર્ધા વિદ્યાર્થીઓએ સીધા જિલ્લા કક્ષામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરનાં કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ૬૦ વર્ષથી ઉપરનાં કલાકારોએ સીધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જિલ્લા કક્ષાએ વિનર થયેલા વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર ખાતે યોજાવનારી ઝોન કક્ષાએ ભાગ લેવાનું રહશે.