ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાડા ગામે રાત્રે નવરાત્રી નિમિત્તે ગરબાની રમઝટ જામી હતી ત્યારે ગરબા ગ્રાઉન્ડના બાજુના ખેતરમાં લગભગ 11:00pm વાગ્યે મગરે દેખો દીધો હતો. બધાને જાણ થતા તેને જોવાનું કુતુહલ સર્જાયું હતું અને લોકોની ભીડ જામી હતી. પણ કોઈ જાન હાનિ ન સર્જાય તે હેતુથી ગામના જાગૃત નાગરિક વિનોદભાઈ પરમારે ગળતેશ્વર તાલુકાના ફોરેસ્ટર શ્રી પ્રદીપભાઈને જાણ કરી હતી. તેમને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના તાલુકા પ્રમુખશ્રી રામસિંહ પરમારને જાણ કરતા જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદભાઈને જાણ કરી અને રામસિંહભાઈ સત્વરે પોતાની ટીમ લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુમાં રામસિંહભાઈ, મુકેશભાઈ, કૌશિકભાઈ અને રાહુલભાઈ પરમારે મગરને સલામત રીતે રેસ્ક્યુ કરી માનવ વસવાટથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ (ખેડા: ગળતેશ્વર)