પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. સીબી બરંડા પોતાના સ્ટાફ સાથે ફતેપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કાળિયા વલુંડા ગામે ટાવરની બાજુમાં ખુલ્લી જગ્યાએ લાઈટના અજવાળે કેટલાક ઈસમો પાના પત્તા વડે જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત મળતા બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા 8 ઈસમો નાસી ગયા હતા અને 5 ઈસમો ને પકડી પાડી રોકડા રૂપિયા ૧૨૬૧૦/- તથા ૧નંગ મોબાઇલ કિંમત રૂપિયા 500 મળી કુલ ૧૩૧૧૦/- ના મુદ્દામાલ સાથે આરોપી-૧-જયેશભાઇ ગલાભાઈ હરિજન રહે-કાળીયા વલૂંડા-, ૨-ટેણુંભાઈ બાબુભાઇ નાયક રહે-કાળીયા વલુંડા, ૩-સુનિલભાઈ પર્વતભાઈ વાદી રહે-કાળીયા વલુંડા, ૪-રાહુલભાઈ રમેશભાઇ હરિજન રહે-ફતેપુરા ૫-રફીકભાઈ મદારી રહે-કરોડીયા પૂર્વ આ તમામ આરોપીઓ ને પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે