દૂરદર્શન દ્વારા તા.૧૪મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજથી ૧૫-મી સદીથી રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ,રાષ્ટ્રીય ચળવળના કેટલાક ભૂલાયેલા નરબંકાઓ અને રાષ્ટ્રીય ચળવળની ઝાંખી કરાવતી ૭૫-એપિસોડની એક મહત્વાકાંક્ષી "સ્વરાજ" ટી.વી શ્રેણીનો પ્રારંભ થયો છે. આ શ્રેણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓએ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિહાળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ શ્રેણીના પ્રસારણનો પ્રારંભ તા.૧૪મી ઓગસ્ટ, રવિવારના રોજથી ડીડી નેશનલ ચેનલ ઉપર રાત્રે ૯.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન શરૂ થઇ ચૂક્યો છે.