અમદાવાદ : નારોલ ખાતે થી 1140 અંગ્રેજી શરાબ ની બોટલો સાથે  ત્રણ બુટલેગર ઝડપાયા 

- ક્રુટી જ્યુસના બોક્ષમાં બંધ હતી દારૂની બોટલો

- આરોપીઓ પાસેથી દારૂની બોટલો,ટ્રક સહિત કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, રવિવાર

શહેરમાં દારૂની રેલમછેલ થઇ રહી છે તે વાતને કદાચ નકારી શકાય એમ નથી.કેમકે દારૂ ઘુસાડવા બુટલેગરોના રોજબરોજ

અવનવા કિમીયા સામે આવતા હોય છે. જોકે હવે બુટલેગરો વિરુદ્ધ પોલીસ તવાઈ બોલાવવા સક્રિય થઈ છે.ત્યારે પોલિસે

દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ આરોપીઓ

પાસેથી દારૂની 1140 બોટલો,ટ્રક સહિત કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજ્યમાં બોટાદ ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પોલીસ દારૂ મામલે તવાઈ બોલાવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.ત્યારે નારોલ પોલીસ

સ્ટેશનના પીઆઇ આર. એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો.આ દરમિયાન બાતમી મળી હતી

કે એક ટ્રકમાં મોટી માત્રામાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી નારોલ વિસ્તારમાં આવેલ શ્રી નાથ એસ્ટેટ પાસે આવેલ ય

અંબે ફાર્મમાં ઉતરી રહ્યો છે. જે બાતમીની હકીકતના આધારે નારોલ પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો.જ્યાં દરોડા દરમિયાન

તપાસ કરતા ક્રુટી જ્યુસના બોક્ષમાં બંધ દારૂની કુલ 1140 બોટલો (કી.6,34,800)મળી આવી હતી.બાદમાં પોલિસે દારૂની બોટલો

જપ્ત કરી સ્થળ પર હાજર ગુરુજીતસિંઘ શીખ (ઉ.42,રહે.પંજાબ),લાલભાઈ દુબે (ઉ.56,રહે.હાલ નારોલ,મૂળ વતન

રાજસ્થાન),યુગલ પાંડે (ઉ.23,રહે હાલ નારોલ,મૂળ વતન ઉત્તરપ્રદેશ)નામના આરોપીઓની ધરપકડ કરી હતી.બીજીબાજુ મોટી

માત્રામાં દારૂનો જથ્થો મોકલનાર રવિ સૈની (રહે.હરિયાણા),અને જથ્થો મંગાવનાર પ્રદીપ ઠક્કર (રહે.વડોદરા)તેમજ તેના

સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સાથે જ પોલિસે આરોપીઓ પાસેથી દારૂની બોટલો,ટ્રક સહિત કુલ

20,74,809નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.