દાહોદ તાલુકાની છાપરી ગામે આવેલ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુલ વિધાલય ખાતે કલા મહાકુંભ ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )નો કાર્યક્રમ યોજાયો હતો.કપીલભાઈ ત્રિવેદી દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ તેમના હસ્તે કલા મહાકુંભ ડિસેમ્બર 2024/25 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 વર્ષની કેટેગરીમાં આવતા તાલુકા ની શાળાઓ માંથી આવતા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા,લોકગીત, ભજન, શુગમ સંગીત, ભરતનાટ્યમ, સમૂહગીત, ગરબા અને લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવા મા આવી હતી.જેમાં દાહોદ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભાગ લેનારા સ્પર્ધકો ને શાળા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવા મા આવ્યુ હતુ ગુરૂકુલ વિધાલય માં તાલુકા લેવલનું કલા મહાકુંભ નું આયોજન કરાયું હતું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) તેમાં લોકનૃત્ય કૃતિમાં PMC દોલતગંજ કન્યાશાળા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો શશીધન ડે સ્કૂલે બીજું સ્થાન પ્રાપ્ત કરી, સંસ્થાનું ગૌરવ વધાર્યું છે આ સાથે રાસ ગરબા કૃતિમાં ગુરુકુળ વિદ્યાલય પ્રથમ સ્થાન અને ગરબામાં પ્રથમ ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ વિદ્યાલય સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. નિબંધ સ્પર્ધામાં માવી એન્જલ, પસાયા નિરાલી ગુરુકુળ વિદ્યાલય , એકપાત્ર અભિનયમાં પ્રથમ ક્રમાંકે લબાના વિશ્વા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના તેમજ અન્ય કૃતિઓમાં વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા.... દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી,ગુરુકુળ વિદ્યાલય ના પ્રિન્સિપાલ ગુંન્જન ભાટિયા દ્વારા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરશે.