તળાજાના મણાર ગામ આવેલ પાવલિયા રહેતાં રહેવાસીઓએ સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા ડિમોલિશન કામગીરી સામે અવાજ ઉઠાવ્યો છે. ગામજનોનો દાવો છે કે ડિમોલિશન કામગીરીને કારણે તેમના રહેણાંક મકાનો પર ગંભીર અસર પડશે. નોટિસ મળ્યાના પગલે ગ્રામજનો વિશેષ આંદોલનની તૈયારીમાં છે અને ડિમોલિશન અટકાવવા મામલતદાર કચેરી આવેદનપ્રતક પાઠવ્યું
ગ્રામજનોની રજૂઆતો:
1.ગામતળ અને ગૌચર મુદ્દો:રહેવાસીઓના મતે, તેમના મકાનો ગામતળમાં આવેલ છે અને તે ગૌચર જમીનમાં નથી.
2.આર્થિક સ્થિતિ: મોટા ભાગના રહેવાસીઓ મજૂર વર્ગના ગરીબ લોકો છે.
3.ઈતિહાસ: 1972માં ઈન્દિરા આવાસ યોજનામાં જમીન વિહોણા લોકોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેના પર હવે મકાનો બનાવવામાં આવ્યા છે.
4.વિકલ્પિક વ્યવસ્થા: હાલના મકાનો તૂટ્યા પછી રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
5.કાયદેસર બનાવવાની માંગ: રહેવાસીઓ મકાનો કાયદેસર બનાવવા માટે સરકારને રકમ ચુકવવા તૈયાર છે.
6.નુકસાન અને માનસિક ત્રાસ:મકાન તૂટી જશે તો નાણાકીય નુકસાન સાથે બાળકોના અભ્યાસમાં વિક્ષેપ થશે અને વૃદ્ધોના જીવન પર પણ માઠી અસર થશે.
7.માપણી મુદ્દો:રહેવાસીઓનો દાવો છે કે ગામતળની જમીનને ગૌચર તરીકે ગણીને માપણી કરવામાં આવી છે, જે ન્યાયસંગત નથી.
સ્થિતિનું વર્ણન:
- ડિમોલિશન હેઠળના વિસ્તારમાં લાઇટ, પાણી, અને રસ્તાની સરકારી સેવાઓ ઉપલબ્ધ છે.
- આ વિસ્તારના જૂના સરકારી માળખાઓ, જેમ કે કુમારશાળા અને આંગણવાડી પણ અહીં આવેલ છે.
ગ્રામજનોની માંગ:
- તેમના મકાનોને કાયદેસર માન્યતા આપવામાં આવે અને જો ડિમોલિશન જરૂરી હોય, તો રહેવા માટે વિકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.
- તે જ જગ્યા કાયદેસર કરવાની શક્યતા હોય તો તે માટે તેમનો સહયોગ હશે.
તળાજાના મણાર ગમં ડિમોલિશન કામગીરીના કારણે પરિવારો પર માનસિક અને આર્થિક અસર થશે. ગરીબ મજુર વર્ગના જીવન પર સીધી અસર થતી આ કામગીરી સામે ગામજનોએ હક્ક માટે આવેદન રજૂ કરી માંગ ઉઠાવી છે કે સરકાર આ બાબત માનવતાવાદી અભિગમથી ન્યાયલક્ષી રીતે હલ કરે.