દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ રામકુમાર સેવકરામ પંજાબી (રામુ પંજાબી) અને કુત્બુદ્દીન નુરૂદ્દીન રાવત બંન્નેને દાહોદ પોલીસ અધિક્ષક દ્વારા ભાગેડુ જાહેર કરી દાહોદ શહેરમાં ઠેર ઠેર આ બંન્નેના પોસ્ટરો લગાવી જાહેર જનતા જાેગની અપીલ કરી આ બંન્નેની જાણ થાય તો દાહોદ પોલીસને જાણ કરવા પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવતાં આ પ્રકરણ હવે આવનાર દિવસોમાં મોટા કૌંભાંડનો પર્દાફાર્શ કરશે તેવી પુરીપુરી શક્યાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ( રાજ કાપડિયા 9879106569 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

દાહોદના ઈતિહાસમાં સૌ પ્રથમ પ્રકરણ અને તે પણ બહુચર્ચિત એવા સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ શૈષવ પરીખ હાલ જેલના સળીયા પાછળ છે ત્યારે તેના મુખ્ય બે સાગરીતો જે પણ આ નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે અને પોલીસ પણ આ બંન્નેની ધરપકડ માટે છેલ્લા ઘણા મહિનાઓથી ધમપછાડાઓ કરી રહી છે એવા રામકુમાર સેવકરામ પંજાબી (રામુ પંજાબી, રહે. પશુપતિનાથ સોસાયટી, ગોદી રોડ, દાહોદ, તા.જિ.દાહોદ) અને કુત્બુદ્દીન રાવત (રહે. દાહોદ, ઠક્કર ફળિયા, તા.જિ.દાહોદ)ની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કરી રહી છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પરંતુ આ બંન્ને ઈસમો હાલ પણ પોલીસની પકડથી દુર છે. રામુ પંજાબી ક્યાંક આસરો લઈ રહ્યો છે અને કુત્બુદ્દીન રાવત વિદેશમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ગતરોજ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ નોટીસ જાહેર કરતાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક્શન મોડમાં આવી છે અને ઉપરોક્ત બંન્ને ઈસમોના પોસ્ટરો દાહોદ શહેરમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર સ્થળો સહિત સમગ્ર દાહોદમાં પોસ્ટરો લગાવી પોસ્ટરમાં જણાવ્યાં અનુસાર, નકલી બિન ખેતી પ્રકરણના ગુન્હામાં ઉપરોક્ત બંન્ને ઈસમો નાસતા ફરતા આરોપીઓ હોઈ જેને પણ આ બંન્ને ઈસમોની જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદના આ નકલી બિન ખેતી પ્રકરણમાં કોર્ટ દ્વારા ઉપરોક્ત નોટીસ જાહેર કરતાંની સાથે દાહોદના ભુમાફિયાઓમાં એકપ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત બંન્ને ઈસમો હાલ પોલીસ પકડથી દુર છે ત્યારે આવનાર દિવસોમાં જાેઈ બંન્ને ઈસમો પોલીસની પકડમાં આવશે તો અનેક રહસ્યો બહાર આવવાની શક્યક્તાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટા પાયે દાહોદમાં આ ભુમાફિયાઓ દ્વારા સરકારની તિજાેરીને તો નુકસાન પહોંચાડ્યું જ હશે પરંતુ તેની સાથે સાથે મોટા પ્રમાણમાં ખેતીની જમીનોને બારોબાર બિન ખેતીમાં ફેરવી મોટી મોટી ઈમારતોના નિર્માણની સાથે સાથે અસંખ્ય સોસાયટીઓનું પણ નિર્માણ કર્યુ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે આ બંન્ને આરોપીઓની ધરપકડની રાહ જાેવાઈ રહી છે.