રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા,પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપૂર્વક કાર્ય કરી પ્રજાજનોને તત્કાલ સેવાનો લાભ થાય તેવા ઉમદા હેતુથી સેવાસેતુ દસ મા તબક્કાનો કાર્યક્રમ કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર,સર્કલ મામલતદાર રાકેશકુમાર સુથરીયા,નાયબ મામલતદાર ચીરાગભાઇ પટેલ,નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ, પંચમહાલ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ યોગેશભાઇ પડ્યા, શહેર ભાજપ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દરજી ,પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,પૂર્વ ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ બેલદાર, કાલોલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ તથા મામલતદાર કચેરીનો સ્ટાફ, નગરપાલિકાના કર્મચારીઓ, કાલોલ એમજીવીસીએલ નો સ્ટાફ તથા આઇસીડીએસ વિભાગ સહિતના જુદી જુદી શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો શુભારંભ દિપ પ્રગટ્યથી કરવામાં આવ્યો હતો.શબ્દોથી સ્વાગત નગરપાલિકાના એકાઉન્ટ તખતસિંહ બારીયા એ કર્યું હતું.તથા સેવા સેતુની વિવિધ યોજનાઓ વિશે વિગતે જાણકારી આપી હતી.તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સ્થળે જુદાજુદા અંદાજીત ૧૮ જેટલા સ્ટોલ દ્વારા નગરજનો માટે લાભદાયી કામગીરી કરવામાં આવી હતી.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ યોજના ઓના લાભ આપવામાં આવ્યા હતા.સરકારી યોજનાઓ નો લાભ દરેક વ્યક્તિ ને પોતાના ધર નજીક એક જ જગ્યાએ થી મળી રહે છે અને લોકો ની અપેક્ષા સંતોષાય અને પ્રશ્ર્નો નો ન્યાયીક ઝડપી ઉકેલ લાવવા વહીવટમાં પારદર્શિતા,જવાબદારીપણુ, સંવેદનશીલતા લાવવા રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામોમાં પણ આવા સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું