અભયમ હાલોલ દ્વારા મહિલાનું લગ્ન જીવન બચાવ્યુ
ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈન મા કોલ આવેલ કે 25 વર્ષ ના લગ્નજીવન દરમિયાન મારા પતિ શક વહેમ કરી ઝઘડો કરે.તેમના પતિ વ્યસન કરી ઝગડો કરે બહેનનું પિયર મુંબઈ હોય.બહેન ચાર મહિના પિયરમાં રિસામણે ગયા હોય.તેમના બે દીકરા હોવાથી પતિના ઘરે આવી ગયા હોય તેમના પતિ વ્યસન કરી લડાઈ ઝઘડો કરે છે બહેને તેમના પતિને સમજાવવા 181 ની મદદ લીધી હતી.અભયમ કાઉન્સિલર દ્વારા પતિ ને લગ્નજીવન ની ગંભીરતા થી અને પારિવારિક જવાબદારી થી વાકેફ કરેલ..પોતાનું તેમજ ભવિષ્ય અંગે સમજ આપતા..તેમને કાયદાકિય જવાબદારી નું ભાન કરાવતા બંનેનું સમજાવટ થી નિરાકરણ કરવામાં આવેલ..આમ પરણિતા આગળ કોઈ કાર્યવાહિ ના કરવી હોય બને વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ.પરણિતાએ મદદ બદલ અભયમ નો આભર માન્યો હતો.