ઓલ ઈન્ડીયા ગાર્ડ કાઉન્સિલના આહવાનથી ટ્રેનોના મેનેજરકક્ષાના રેલ કર્મીઓએ સુ.નગર રેલવે સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા. એનપીએસની જગ્યાએ ફરી ઓપીએસ લાવવા, ગ્રેડ પે વધારવા સહિતની માંગોને લઈને શાંતિપૂર્વક ધરણા કરાયા હતા.કેન્દ્ર સરકારે રેલવે વિભાગમાં લીધેલા કેટલાક પગલાઓને લઈને ટ્રેન મેનેજર તરીકે કામ કરતા રેલ કર્મીઓમાં રોષ ફેલાયો છે.ત્યારે ઓલ ઈન્ડીયા ગાર્ડ કાઉન્સિલના આદેશ અનુસાર તા.11મીએ સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પણ ટ્રેન મેનેજરકક્ષાના કર્મીઓએ ધરણા કર્યા હતા. આ તકે સુરેન્દ્રનગર ગાર્ડ કાઉન્સીલના બ્રાંચ સેક્રેટરી ધનરાજ મીના, ડિવિઝનલ ચેરમેન વિજયસિંહ સરવૈયા, એન.સી.મીશ્રા, જે.વી.મારૂ, આલોક શર્મા, મનમોહનકુમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.અગાઉ ટ્રેન મેનેજરને આપવામાં આવતુ લાઈન બોકસ બંધ કરાયુ છે. તે ફરી ચાલુ કરવા, ટ્રેન મેનેજર વગર ચાલતી માલગાડીઓ ન ચલાવવી, ટ્રેન મેનેજરનો ગ્રેડ પે 4200 કરવો, એનપીએસ બંધ કરીને ઓપીએસ લાગુ કરવુ, ટ્રેન મેનેજરની ખાલી જગ્યાઓ ભરવી સહિતની માંગણીઓ ટ્રેને મેનેજરોની સરકારમાં પડતર છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનીયનના જીતેન્દ્ર સતાપરાજીએ આ ધરણામાં સામેલ થઈ ટ્રેન મેનેજરોની માંગોને સમર્થન પણ આપ્યુ હતુ.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं