આજ રોજ બુધવારે કાલોલ નદી પાસે આવેલા સ્મશાન ભૂમિ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ભરી જતા એક ટ્રેક્ટર ચાલક પાસે પોલીસે પાસ પરમિટ માંગતા તેની પાસે રેતી ખનન અંગેનો કોઈ પાસ પરમીટ ન હોય રેતી ભરેલું ટ્રેકટર કાલોલ મામલતદાર કચેરી પાછળ મુકાવી કાલોલ મામલતદારને લેખિતમાં જાણ કરી ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટર માલિક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા દિવસથી કાલોલ અને આસપાસના ગામોમાં રેતી ખનન કરી સ્ટોક કરી સવારે વહન કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કાલોલ સ્મશાન ભૂમિ મા થી રેતી નુ ખનન કરી ગધેડા મારફતે ચોક્કસ જગ્યાએ રેતી ના ઢગલા કરવાનુ આખી રાત ચાલે છે. તંત્ર ગધેડા ને પકડવાનું નથી અને પકડે તો રાખે ક્યા? તે બાબત માફિયાઓ સારી રીતે જાણે છે તેથી હવે ગધેડા મારફતે રેતી ઉલેચવાની કામગીરી વધી ગઈ છે.ગધેડા મારફતે રેતી ના ઢગલા કરનાર તત્વો સામે પણ નક્કર કાર્યવાહી ની જરૂર છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं