રાજુલા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૭ મહીનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી વોરા નાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

            જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. જે.એન.પરમાર નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેષભાઇ કનુભાઇ વાળા વિ. પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ૭ મહીનાથી નાસતા ફરતાં આરોપીને ચોકકસ બાતમી આધારે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત

 રઘુભાઇ પ્રતાપભાઇ ખુમાણ ઉ.વ.૨૩, ધંધો.ખેતી,રહે.લુવારીયા, તા.લાઠી, જી.અમરેલી.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

  રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. જે.એન.પરમાર તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેષભાઇ કનુભાઇ વાળા દ્રારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.