ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અખ્તરખાન અતાર મહોમ્મદખાન રહે. હાલોલની માલિકીની ટ્રેકટર નં. જીજે ૧૭ બીએ ૩૦૬૩ની ટ્રોલી કોઈ પણ પ્રકારના દિશા સૂચક ચિન્હો વગર કોઈ પણ વ્યકિત નુ મોત થઈ શકે છે તેમ જાણવા છતાં પાધરદેવી વરવાડા રોડ પર મૂકી જતા રહેલ તે દરમ્યાન ત્યાંથી પસાર થઇ રહેલ બાઈકના ચાલક અશ્વિનભાઈ બળવંતભાઈ બારીયાને રાત્રીના અંધકારમાં રસ્તા પર ઊભેલી ટ્રોલી નો ભાગ સ્પષ્ટ નહિ દેખાતા પ્લેટિના બાઈક ધડાકાભેર ટ્રોલીના પાછળના અથડાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક ચાલક અશ્વિનભાઇ (રહે. પાધરદેવી તા. કાલોલ)નું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. ઘટના અંગેની જાણ પાધરદેવી ગામમાં થતાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પાડયા હતા. અકસ્માત અંગેની જાણ કાલોલ પોલીસને થતાં પોલીસે મૃતક ને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડી ટ્રેકટર માલિક અને તેના અજાણ્યો ચાલક જો હોય તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
પાધરદેવી વરવાડા રોડની સાઈડમાં ઊભી કરેલ ટ્રેકટરની ટ્રોલીમાં પાછળથી આવતી મોટરસાયકલ ધડાકાભેર અથડાતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત.
