રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ક્ષેત્રને અન્ય વ્યવસાયની સાથે મહત્વનું સ્થાન આપવાની નેમ સાથે વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રચલિત તરણેતરના મેળામાં "પશુ પ્રદર્શન - હરીફાઈ"ની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે અનેક પશુપાલકોને પશુપાલન વ્યવસાય ક્ષેત્રે પ્રોત્સાહન મળ્યું હતું. ત્યારે પશુપાલકો માટે "પશુ પ્રદર્શન - હરીફાઈ" મહત્વપૂર્ણ બની છે. જેમાં વિવિધ જિલ્લાઓમાંથી પશુપાલકો ગીર, જાફરાબાદી, કાંકરેજ, બન્ની સહિતની પશુઓની દેશી ઓલાદો સાથે ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લે છે."પશુ પ્રદર્શન - હરીફાઈ"માં સૌ પ્રથમ વખત ભાગ લેતા જૂનાગઢના મેંદરડા ગામના પશુપાલક શ્રી હિતેશભાઈ કોયાણીએ પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે લોકમુખે અને સોશિયલ મીડિયામાંથી જાણકારી મેળવીને હું પણ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો છું. મને ખૂબ સારો અનુભવ થયો છે. અહીં ફરવા માટે આવતા નાગરિકોને પણ દેશી ઓલાદોની જાણકારી મળે છે. પશુપાલકો માટે વહિવટી તંત્રનું "પશુ પ્રદર્શન - હરીફાઈ"નું ઉમદા આયોજન ખરેખર પ્રશંસાને પાત્ર છે.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના વેટરનરી ડોક્ટરની કામગીરીના ખરા દિલથી વખાણ કરતાં મૂળી તાલુકાના પાંડરવા ગામના પશુપાલક નિર્મલસિંહ પરમારે જણાવ્યું હતું કે, પશુપાલનનો વ્યવસાય તો બાપદાદાના વખતથી કરતા આવીએ છીએ પરંતુ આમારા તાલુકાના ડોકટરના માર્ગદર્શનના કારણે આજે અમારી ગાય ૧૭માંથી ૨૨ લીટર દૂધ આપતી થઈ છે. અમને ખૂબ સારો સહયોગ મળે છે. અને પશુપાલકોના આંતરિક ભાઈચારા માટે પણ "પશુ પ્રદર્શન - હરીફાઈ" મહત્વની ભૂમિકા અદા કરે છે.વધુમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રંગપર ગામથી આવેલા પશુપાલક શ્રી કરણભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી "પશુ પ્રદર્શન - હરીફાઈ"માં ભાગ લઉં છું. મારી પાસે જાફરાબાદી ભેંસ છે. જે આશરે ૧૭ લીટર દૂધ આપે છે. અહી મેળામાં સ્પર્ધામાં ભાગ લેવાનો તો અનેરો આંનદ હોય છે પણ ઘણી નવી જાણકારી લઈને પણ જઈએ છે.ઉલ્લેખનીય છે કે, તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૩૭.૯૧ લાખનાં ૨૨૧ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.એક લાખનું ઈનામ આપવામાં આવે છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं