ડીસાના આખોલ ચોકડી પાસે એક ખાનગી ગોડાઉનમાંથી લાખોની કિંમતનો સબસીડી યુક્ત ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે. અલગ-અલગ બેગમાં પેક કરેલ જથ્થો કબ્જે કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી છે. જેથી હવે ખેતીવાડી અધિકારીને જાણ કરી છે. જેથી તેઓ આગળની કાર્યવાહી હાથ ધરશે.
બનાસકાંઠામાં સબસીડી યુક્ત ખાતરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એક ખાનગી ગોડાઉનમાંથી ખાતરનો જથ્થો કબ્જે કર્યો છે. ડીસા તાલુકા પોલીસ મથકના પી. આઇ. અમિત દેસાઇ સહીતની ટીમને માહિતી મળેલ કે ડીસાના આખોલ પાસે ખાનગી ગોડાઉનમાં સબસીડી યુક્ત ખાતરનો કારોબાર ચાલી રહ્યો છે.
જે બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક ટ્રક ઉભેલી મળી આવેલ અને ગોડાઉનમાથી મોટી માત્રામાં સબડીસી યુક્ત રાસાયણિક ખાતર જે અલગ-અલગ બેગમાં પેક થયેલું મળી આવ્યું. જોકે, પોલીસને આ ખાતર શંકાસ્પદ લાગતા ગોડાઉન સીઝ કરી મૂળ માલિકની તપાસ હાથ ઘરેલ અને ખેતીવાડી અધિકારીને પણ જાણ કરી હતી. જેથી હવે ખેતીવાડી અધિકારી આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે.