આજે 15 ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ તરીકે મનાવાય છે, આજથી ૭૫ વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ 200 વર્ષની અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો,ભારતની આ આઝાદીની ખુશીમાં દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ આખા દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને ધ્વજ વંદન કરવામાં આવે છે, ગામે ગામ રાષ્ટ્રધ્વજ ફરકાવી ખુશી મનાવવામાં આવે છે. નાના હોય કે મોટા દરેક ભારતીય ગર્વ થી આમાં જોડાય છે અને ખુશી મનાવે છે.
આવા ખુશીના અવસર પર મોહસીને આઝમ મિશન પાવી જેતપુર તથા પાવી જેતપુર નાં તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા વૃ્ષારોપણ અને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, આખા ગામમાં ફરીને પાવીજેતપુર કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ આમાં આવ્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં પાવીજેતપુર ના ડેપૂટી સરપંચ મોન્ટુ શાહ, મુસ્લીમ આગેવાન ઈકબાલભાઈ રેંજર, લલિત ભાઈ વકીલ, અબ્દુલ ભાઈ ખત્રી, તથા અન્ય બીજા મહેમાનો જોડાયા હતા અને અનોખી રીતે આ ખુશીના અવસરને મનાવ્યો હતો.