પાવીજેતપુર તાલુકામાં 

૧૬૭ બ્લોક માટે ૨૧૦ થી વધુ કર્મચારીઓને એસએસસી, એચએસસીની તાલીમ આપી પરીક્ષા માટે તૈયાર

           પાવીજેતપુર તાલુકામાં ૧૬૭ જેટલા એસ.એસ.સી, એચએસસી ના બ્લોક માટે ૨૧૦ થી વધુ કર્મચારીઓની મીટીંગ યોજી કામગીરીની તાલીમ આપી પરીક્ષા માટે તંત્ર સજ્જ થઈ જવા પામ્યું છે. 

           પ્રાપ્ત માહિતી મુજબ એસએસસી, એચએસસી ૨૦૨૪ ની પરીક્ષા ૧૧ માર્ચથી શરૂ થઈ રહી છે, ત્યારે પાવીજેતપુર તાલુકામાં પાવીજેતપુર, ભેંસાવહી, સિથોલ, અને ભીખાપુરા ના કેન્દ્રો ઉપર સુપરવાઈઝરો તેમજ વહીવટી કર્મચારીઓને મિટિંગ યોજી તાલીમ આપી પરીક્ષા માટે તંત્ર સજ્જ થઈ જવા પામ્યું છે.

             પાવીજેતપુરના સ્થળ સંચાલક સંજય શાહના જણાવ્યા મુજબ ત્રણ બિલ્ડિંગમાં એસએસસી, એચએસસી ના મળી ૬૪ જેટલા બ્લોક માટે ૫૫ થી વધુ કર્મચારીઓને આજરોજ પરીક્ષાની કામગીરીની વિસ્તારથી સમજ આપી મિટીંગ યોજવામાં આવી હતી. તેવીજ રીતે ભેંસાવહી હાઈસ્કૂલના સ્થળ સંચાલક વાંટા હાઈસ્કૂલમાં આચાર્ય રાકેશભાઈ સુથાર તેમજ બિલ્ડીંગ ૨ માટે જી સી બારીયા ની ઉપસ્થિતિમાં એસએસસી એસએસસીના ૩૭ જેટલા બ્લોકો માટે ૪૫ થી વધુ કર્મચારીઓને પરીક્ષાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. જ્યાં શીથોલના આચાર્ય શાહિદભાઈ શેખે પરીક્ષાની કામગીરીની ઝીણવટ પૂર્વક છણાવટ કરી હતી. સિથોલ હાઈસ્કૂલમાં સ્થળ સંચાલક નિલેશભાઈ પ્રજાપતિએ એસએસસીના ૧૪ બ્લોક માટે ૩૦ જેટલા કર્મચારીઓને પરીક્ષાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી જ્યારે ભીખાપુરામાં એસએસસી એચએસસીનું ૫૨ જેટલા બ્લોકો માટે ૮૦ જેટલા કર્મચારીઓને મીટીંગ યોજી તાલીમ આપવામાં આવી હતી. 

        આમ, પાવીજેતપુર તાલુકાના એસએસસી એચએસસીના ૧૬૭ જેટલા બ્લોક માટે ૨૧૦ થી વધુ કર્મચારીઓને પરીક્ષાની કામગીરીની તાલીમ આપી તંત્ર સજ્જ થઈ જવા પામ્યું છે. ૧૬૭ જેટલા બ્લોકોમાં ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.