વડગામ તાલુકાના માહી એપ્રોચ રોડ ઉપરથી તા.24 જૂનની વહેલી સવારે એક મુસ્લિમ યુવકનો મૃતદેહ મળ્યો હતો. જોકે, પરિવારે અકસ્માતનું જણાવી તાત્કાલિક દફનવિધિ કરી દીધી હતી.જ્યારે આ બનાવમાં મૃતક યુવકનું અકસ્માતમાં નહીં પણ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે માહી ગામનો મુસ્લિમ સમાજ શનિવારે એસ.પી.ને રજૂઆત કરી ગુનેગારને સજા કરવા માંગ કરી હતી. જેને લઇ ગ્રામજનોની રજૂઆત બાદ છાપી પોલીસ અને મામલતદાર સહિત ગ્રામજની હાજરીમાં યોગની લાશને બહાર નીકળવામાં આવી છે અને લાશને પી.એમ. અર્થે ખસેડી છે.

વડગામ તાલુકાના માહી ગામે એક માસ પૂર્વે વહેલી સવારે નિઝામુદ્દીન હનીફભાઇ નાંદોલીયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેને લઈ મૃતકના મોટા ભાઈ તેમજ પત્નીએ અકસ્માત થયાનું જણાવી કોઈપણ પ્રકારની પોલીસને જાણ કર્યા વિના દફનવિધિ કરી દેતા ગામમાં શંકા-કુશંકા ઉભી થઇ હતી.

જ્યારે મૃતકનો નાનો ભાઈ હજ પઢવા મક્કા ગયો હોઇ તેને કોઇ જાણ નહતી. મૃતકનો નાનો ભાઈ અરમાન હજ પઢી પરત વતન આવી તપાસ કરતા ભાઈની હત્યા થયાનું જણાતા ગામ લોકો સાથે શનિવારે પાલનપુર એસ.પી ને રજૂઆત કરી સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી ગુનેગારને કડકમાં કડક સજાની માંગ કરી રજૂઆત કરી હતી.

જોકે, આજે રજૂઆત ના પગલે છાપી પોલીસ મામલતદાર સહીત ગ્રામજુલની હાજરીમાં મૃતક નિજામુદ્દીનની લાશ બહાર નીકળવામાં આવી હતી અને પીએમ માટે મોકલવામાં આવી છે જોકે પી.એમ. રિપોર્ટ બાદ જ ખબર પડશે મોતનું સાચું કારણ શું છે.