જુના ભાટપુર અને સરાડીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ તેમજ નવીન આોરડાઓનુ લોકાર્પણ કરાયું...
જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા...
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે.
ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લએ શુભારંભ કરાવ્યો હતો આ તકે આંગણવાડી,બાલવાટિકા બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો શિક્ષણ સમિતિના ચેરમેન હસ્તે બાળકોને કીટ આપી તેમજ કંકુ તિલક કરી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉપરાંત તાલુકાના જુના ભાટપુર અને સરાડીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો સરાડીયા અને જુના ભાટપુર પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિસાગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ , મહિસાગર જિલ્લા ખેતીવાડી નિયામક મહેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય વિજ્યાબેન બારીયા તથા મહેન્દ્રસિંહ બારૈયા, શાળાના આચાર્ય કાસમભાઈ શેખ, એસ એમ સી અધ્યક્ષ મનહરભાઈ માનાભાઈ બારિયા, એસ એમ સી સભ્યો તથા ગામના અગ્રણીઓ ધવલભાઈ બારિયા,વાગાભાઈ બારીયા, રમણભાઈ રાજાભાઈ બારિયા, દલપતભાઈ સાયભાભાઈ બારિયા તથા કાળુભાઈ નાયક સહિતના આગેવાનો ભાઈઓ , બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો કાર્યક્રમના અંતમાં મહિસાગર જ્ઞાન ગંગા પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું...