ડીસા માર્કેટયાર્ડમાં આવતીકાલથી ચૂંટણી જંગ શરૂ..
5 એપ્રિલે ઉમેદવારીપત્ર ભરાશે, 17 એપ્રિલે મતદાન અને 18 મીએ મતગણતરી થશે..
ચૂંટણીમાં ચાલુ અને પૂર્વ ધારાસભ્યો વચ્ચે જામશે ત્રિપાંખીયો જંગ..
બનાસકાંઠામાં આવતીકાલથી માર્કેટયાર્ડ ચૂંટણી જંગ શરૂઆત થઈ જશે. જેમાં 16 ડિરેકટરોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાશે અને ડિરેક્ટર બનવા સહકારી આગેવાનો એડી ચોટી નું જોર લગાવશે..
ઉત્તર ગુજરાત માં સૌથી વધુ ટર્ન ઓવર ધરાવતી બીજા નંબરની ડીસા માર્કેટયાર્ડ ની ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરાનાર છે..
હાલ ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન તરીકે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ ગોત્ર ધરાવતા માવજીભાઈ દેસાઈ છે અને તેઓ તેમના રાજકીય ગુરુ ગોવાભાઈ દેસાઈને હટાવીને ચેરમેન બન્યા હતા..
જોકે કે બાદમાં ભાજપ સાથે હાથ મિલાવતા ભાજપના સહયોગ થી બે વાર માર્કેટયાર્ડના ચેરમેન બન્યા હતા. ત્યારે હવે યોજનાર ચૂંટણીમાં ભાજપ સહીત અન્ય બે પેનલ બની શકે તેમ છે..
ચૂંટણી માં ચાલુ ધારાસભ્ય પ્રવીણ માળી ભાજપના ઉમેદવારોને ફોર્મે ભરાવી શકે છે, તો ચાલુ ચેરમેન અને અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ એક પૂર્વ ધારાસભ્યના સહયોગ થી પેનલ બનાવી શકે છે. તો પૂર્વ ધારાસભ્ય અને માર્કેટયાર્ડ વર્ષો સુધી શાસન કરેલ ગોવા દેસાઈના પુત્ર અને કોંગ્રેસ ડેલિગેટ સંજય દેસાઈ પોતાની પેનલ બનાવી શકે છે..
આમ માર્કેટયાર્ડ માં આ વખતે ચૂંટણીમાં ત્રીપંખીયો જંગ ખેલાઈ શકે છે અને ઉમેદવારોનો રાફડો પણ ફાટી શકે છે..
સાથે કોંગ્રેસ, ભાજપના નેતાઓ પણ આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે..
ડીસા માર્કેટયાર્ડમાં 16 ડિરેકટરો માટે ચૂંટાશે યોજાશે. જેમાં ખેડૂત 10, વેપારી 4 અને ખરીદ વેચાણ મંડળી 2 આમ કુલ 16 ડિરેક્ટર ચૂંટાશે અને 2 સરકારી પ્રતિનિયુક્તિ થશે. જે 16 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટશે..
ડીસા માર્કેટ અને ભીલડી સબ માર્કેટના વેપારીઓ જેમાં વેપારી વિભાગની 4 બેઠક માટે 1226 મતદારો, ખેડૂત વિભાગની 10 બેઠક માટે 2939 મતદારો અને ખરીદ વેચાણ મંડળી વિભાગની 2 બેઠક માટે 95 મતદારો મતદાન કરશે..
ડીસા માર્કેટયાર્ડ માંથી માવજી દેસાઈ ને હટાવવા આ વખતે ભાજપ અને કોંગ્રેસ કામે લાગ્યું છે..
તો માવજી દેસાઈ ધાનેરા ની જેમ એક હાથે પણ સત્તા ટકાવી રાખવા મક્કમ છે..
ત્યારે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરાતા જ ચૂંટણીમાં કેટલું રાજકીય ખેંચતાણ થશે તે સ્પષ્ટ થઈ જશે..