પાડોશી રાજ્યો પાસેથી વધુ પાણીની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપવાનો જ ઈન્કાર કરી દીધો છે અને આ મામલે નિર્ણય અપર યમુના રિવર બોર્ડ (UYRB) પર છોડી દીધો છે. કોર્ટે કહ્યું કે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીનો મુદ્દો જટિલ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશે પણ વધારાનું પાણી મોકલવાના અગાઉના નિવેદનને પાછું ખેંચ્યું અને કહ્યું હતું કે અમારી પાસે વધારાનું પાણી નથી.