3 થી 12 વર્ષ ની 650 થી વધુ દીકરીઓ નવરાત્રીમાં ગરબે જુમશે.દાતાઓના સહયોગથી આયોજકો દ્વારા દીકરી માટે ઇનામોની વણઝાર અને દરરોજ વિવિધ નાસ્તાનું આયોજન

પોરબંદર શહેરના ભાવેશ્વર મહાદેવના મંદિરે દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે આયોજકો દ્વારા નાની બાળા ઓ માટે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  650 થી વધુ 3 વર્ષથી 12 વર્ષની દીકરીઓએ નામ નોંધાવ્યા છે 

નાની દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ઓરકેસ્ટ્રાના તાલે ગરબે ઝુમી ઉઠી હતી જેને નિહાળવા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા


ભાવેશ્વર મંદિરમાં નવરાત્રીનું આયોજન રામભાઈ ઘડયાળી,નરસીભાઇ વાઘેલા, અજયભાઈ દવે,રમેશભાઈ પરમાર,કિરીટભાઈ પંડ્યા,બીરજુભાઈ શુક્લ,સંજયભાઈ માળી અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે તેમજ દાતાના સહયોગથી દરેક દીકરીને ઇનામો તેમજ વિવિધ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે