ચોમાસાની સિજન શરૂ થતાની સાથેજ તંત્રની પોલ ઉધાડી પડી જતી હોય છે.ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુરમાં ગતરોજ વરસાદ પડ્યો હતો વરસાદ પડતા તાલુકાના લોકોએ ગરમીથી હાસ્કારો અનુભવ્યો હતો તેવામાં બીજી બાજૂ માત્ર સામાન્ય વરસાદના કારણે વિરપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ પડતાં વિરપુર ગ્રામ પંચાયતની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી સરાડીયા રોડ પર આવેલ આદર્શ સ્કૂલ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગટરોના દુર્ગંધ મારતા પાણી સાથે વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા છે. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદી પાણી સાથે દુષિત પાણી માર્ગો પર ફરી વળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો વિરપુર ગ્રામ પંચાયત દ્વારા થોડાક દિવસો પહેલા નાળા રસ્તાઓની સફાઈ સહિતની પ્રી મોન્સુની કામગીરી આદરી હતી તો બીજી તરફ સામાન્ય વરસાદમાં આ રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જતાં ગ્રામ પંચાયતની પ્રી મોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે....