જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે રહેતા

તેના ફઈના ઘરે આંટો મારવા બાઈક લઈ ઘરેથી નિકળ્યો હતો. ત્યારે કાગદડી ગામ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને 108ને જાણ કરતા તબીબે તપાસીને યુવકને મૃત જાહેર કરતા પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમમાં અત્રેની સિવિલે ખસેડયો હતો. અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.