દાહોદ જિલ્લાના બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોના માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રાજ કાપડિયા 9879103469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ગુજરાત સરકાર દ્વારા 'સમર યોગ કૅમ્પ'નું આયોજન કરવામાં આવ્યુંયોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહુંચે અને તેમનામાં નાની ઉંમરથી જ શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા તા.20/05/2024 થી તા.29/05/24 સુધી સમગ્ર ગુજરાતમાં 'સમર યોગ કૅમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર યોગ કેંમ્પ ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં યોજાયો સમર યોગ કેંમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ, પ્રાણાયામ, ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં કરવામાં આવ્યુ, જે તેમના ઉજ્જવળ ભવિષ્યનો આધારસ્તંભ બનશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી નાઓ તેમજ ઓ.એસ.ડી વેદી સાહેબનાઓ તેમજ સ્ટેટ કોર્ડિંનેતર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોર્ડિંનેતર પિન્કીબેન મેકવાન તથા જિલ્લા કોર્ડિંનેતર દેવેન્દ્રભાઈ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુલ 5 સ્થાનો પર આ યોગ અને સંસ્કાર શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ રાહુલકુમાર એલ પરમાર નાઓ તેમજ ઝાલોદ ખાતે જિલ્લા કોર્ડિંનેટર દેવેન્દ્રભાઈ પટેલ ફતેપુરા તાલુકાના ભીંતોડી પ્રા. શાળા ખાતે યોગ કોચ ધુળાભાઈ પારઘી દાહોદ તાલુકા ખાતે સનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોગ કોચ સુરેશભાઈ ભટ્ટ અને લીમખેડા તાલુકા ખાતે નવાવાડિયા પ્રા. શાળા ખાતે યોગ કોચ લાલાભાઇ સંગાડા, જયાબેન બારીયા, વિપુલભાઈ રાવત નાઓએ મુખ્ય સંચાલક ની જવાબદારી સાંભળી.
બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજ રોજ યોગ અને સંસ્કાર શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે પ્રજાપિતા બ્રાહ્મહાકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલય માંથી ભ્રમ્હાકુમારી કપિલા કપિલા દીદીનાઓના આશિર્વચન પ્રાપ્ત થાયા તેમજ બાળકોના ઘડતર માટે સારા પુસ્તકોનુ વિતરણ કરવામાં આવ્યું તેમજ બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે બાળકોને આશીર્વાદ આપ્યા તેમજ ભ્રમ્હાકુમાર દિલીપભાઈ નાઓએ બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું.
ઘી. પ્રગતિ ઓ. ઓ.ક્રેડિટ સોસાયટી. લી. બાવકા નાઓના પ્રમુખ શ્રી દ્વારા બાળકોને સ્ટેશનરી આપવામાં આવી તેમજ બાળકો આગળ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ યોગ એક્સપર્ટ જવસીંગભાઈ પરમાર નાઓ દ્વારા ઊંડાણ પૂર્વક યોગ વિશે બાળકોને માહિતગાર કર્યા તેમજ રીટાયર પ્રિન્સિપાલ ખનસુખ ગુરુજી નાઓ દ્વારા બાળકોને જ્ઞાન સાથે ગમ્મ્ત અને યોગ વિશે સુત્રોચાર કર્યા અને સ્વલિખિત કવિતાઓ બાળકો સમક્ષ રજુ કરી બાળકોને નિયમિત યોગ કરવા પ્રેરિત કર્યા.
પતંજલિ પરિવાર દાહોદ યુવા અધ્યક્ષ કિશોરભાઈ ડામોરનાઓ દ્વારા બાળકોને યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઝોન-4 કોર્ડિંનેતર પિન્કીબેન મેકવાન નાઓ દ્વારા બાવકા ગામતળ મુખ્ય પ્રા. શાળા ની આકસ્મિક ચેકીંગ કરવામાં આવી તેમજ બાળકોને રોજે રોજ યોગ પ્રણાયમ કરવા અને બીજાઓને પણ યોગ કરાવવા માટે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ બેન શ્રી ના હસ્તક યોગ શિબિર માં ભાગ લીધેલ બાળકોને પ્રમાણપત્ર આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો અને બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ દસ દિવસની શિબિર યોગ કોચ રાહુલકુમાર પરમાર નાઓ દ્વારા મુખ્ય સંચાલન કરવામાં આવ્યું તેમજ તેમજ સહ સંચાલક પ્રવીણભાઈ રહ્યા તેમજ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ, રમતો, સંસ્કાર અને બાહ્ય જ્ઞાન સાથે પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો તેમજ પ્રેમચંદ ગુરુજી, જયગુરૂદેવ સંસ્થાનના પ્રતિનિધિ, ગ્રામજનો, વડીલો અને મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા તેમજ વાલીઓ દ્વારા દર વર્ષે વેકેશન ના સમય દરમ્યાન આવી શિબિર કરવા સૂચન કર્યું અને યોગ એક ફરજીયાત વિષય તરીકે શાળાઓમાં લેવામાં આવે જેથી કરી બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે માટે રજુઆત કરી અને અંતે તમામ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને બાળકોનો આભાર વ્યક્ત કરતા સૌ સાથે ભોજન લઇ જીવનમાં હર રોજ યોગ કરવાનાં સંકલ્પ સાથે સમાપન કરવામાં આવ્યું.