ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ભયલુભા ગોહિલ રહે રાળગોન તા.તળાજા તથા રામભાઇ મનુભાઇ ગોહિલ તથા પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવાવાળાઓ ભયલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૩૧,૮૦૦/-નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.