સીની સંસ્થા હડાદ દ્વારા બાયોગેસ અંગે લોકજાગૃતિ શિબિર યોજાઇ

આજ રોજ દાંતા તાલુકા ના ધ્રાંગીવાસ ગામે સીની સંસ્થા હડાદ દ્વારા બાયોગેસ નિમિત્તે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું જેમાં બાયોગેસ બનાવતી સીસ્ટેમા કંપની ના કર્મચારી શ્રી મહેન્દ્રભાઇ રાજાવત અને સત્યપાલસિંહ ચૌહાણ દ્વારા બાયોગેસના લાભ અને બાયોગેસના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થા ના સીની. ફિલ્ડ કો.ઓર્ડીનેટર શ્રી જલાભાઈ રથવી અને શ્રી પરેશભાઈ પટેલ દ્વારા બાયોગેસ માંથી નીકળતી સ્લરી નો મહત્તમ ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો તે અંગે ગામ લોકો ને જાગૃત કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમ મા ધ્રાંગીવાસ, સરકલા, મહોબતગઢ ગામ ના કુલ 150 થી વધુ ખેડૂત લાભાર્થીઓને બાયોગેસ અંગેની જાણકારી આપવામા આવી હતી. આ સાથે વધુમાં વધુ ગ્રામજનો બાયોગેસ બનાવે અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો અભિગમ અપનાવે તે અંગે જાગૃત કરવામા આવ્યા હતા. કાર્યક્રમ ના અંતમાં ગામ ના વૉલેન્ટીયર શ્રી સુરેશભાઇ ધ્રાંગી દ્વારા સીસ્ટેમા કંપની માંથી આવેલ મહેમાનો અને ગ્રામજનો નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી