દાહોદ જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને ઇ કે.વાય.સી બાબતે જોગ રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાહોદ: ભારત સરકાર દ્વારા ૧૦૦% ઇ કે.વાય.સી ની કામગીરીને ધ્યાને રાખી કામગીરી ઝડપી થાય તે માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને ઘર બેઠા ઇ કે.વાય.સી કરી શકે તે માટે Face authentication આધારીત ઇ કે.વાય.સી ની સુવિધા માટે MY Ration App તૈયાર કરવામાં આવી છે. જેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની વિગતો નાખી ઓ.ટી.પી જનરેટ કરીને જે સભ્યોનું ઇ કે.વાય.સી કરવાનું બાકી હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્ક્રીન પર આધારકાર્ડની વિગતો દેખાશે. જે બાદ મંજૂરી માટેની વિગતો મોકલો સાથેના ઓપ્શન પર ટીક કરીને સંબધિત અરજી જિલ્લા પુરવઠાની કચેરી ખાતે પહોંચી જશે. જે બાદ અરજી મંજૂર અથવા ના મંજૂર કરવાની કામગીરી સંબધિત મામલતદાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી અને દાહોદ જિલ્લાના તમામ રેશનકાર્ડ લાભાર્થીઓને ઇ કે.વાય.સી ની કામગીરી ધ્યાને લેવા અને ઓનલાઈન કામગીરી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ની એક અખબારી યાદીમાં જણાવામાં આવે છે.