વડોદરામાં સ્માર્ટ મીટરના હોબાળા વચ્ચે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.-MGVCLના MD તેજશ પરમારે મોટું નિવેદન આપ્યું અને સાથે જ સ્માર્ટ મીટરના ફાયદાઓ ગણાવ્યાં. તેમણે કહ્યું કે MGVCL દ્વારા 27000 મીટર લગાવવા માં આવ્યા છે, તેમાં 15 હજાર મીટર એક્ટિવ છે.રજાઓ અને ચૂંટણીના કારણે વીજ કનેક્શન બંધ ન હોતું કર્યું. જે કનેક્શનનું બેલેન્સ માઈનસ હશે તેવા કનેક્શન બંધ કરવામાં આવ્યા છે તેના કારણે લોકો રજૂઆત કરવા આવી રહ્યા છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
આ સાથે જ તેજસ પરમારે કહ્યું કે આ નવા સ્માર્ટ મીટર પણ જુના મીટર જેવું જ છે. સ્માર્ટ મીટર દૈનિક વપરાશ અને ચાર્જ પણ એપના માધ્યમથી બતાવે છે. કનેક્શનમાં માઈનસ 300 રૂપિયા સુધી વીજ પુરવઠો ચાલુ રહે છે. કોઈને પણ મુશ્કેલી હશે તો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે. સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો, શહેરમાં અકોટા વિસ્તારથી સ્માર્ટ મીટર અંગે શરૂ થયેલા વિરોધની આગ ધીમે ધીમે શહેરભરમાં પ્રસરી રહી છે. તાજેતરમાં આ વિસ્તારની અસંખ્ય સોસાયટીના રહીશોનું મોટું ટોળું સ્થાનિક વીજ નિગમની કચેરીએ ઘસી ગયું હતું. સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો વીજ નિગમ કચેરીએ થયા હતા. આ ઉપરાંત રિચાર્જ ખતમ થઈ જતા ગમે ત્યારે વીજ નિગમ દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવતું હોવાના પણ આક્ષેપ હતા. રિચાર્જ કેવી રીતે કરવું એ અંગે પણ સામાન્ય વર્ગના લોકોને કોઈ જાતની સમજણ પણ આપવામાં આવી નથી.