કાલોલના યુવાનોએ સમગ્ર નગરમાં રાત્રિના આઠ કલાક સુધી ફેરી કરી પ્લે કાર્ડ લઈ મતદાન જાગૃતિ નો અનોખો સંદેશો આપ્યો. રાષ્ટ્રપ્રેમી યુવાનો નરેન્દ્રસિંહ ગોહિલ, અચલ જોશી,રોહન પટેલ,હર્ષિલ પંડ્યા,પ્રતિક બ્રહ્મભટ્ટ, કૌશલ ઉપાધ્યાય અને તેઓના સાથી સહાયક યુવાનો દ્વારા "આવતીકાલે સાત મે નો દીવસ રજાનો દિવસ નથી પરંતુ રાષ્ટ્રની જવાબદારી નિભાવવાનો દિવસ છે." તથા"રાષ્ટ્રહિતમાં મતદાન જરૂર કરો" જેવો અનોખો સંદેશો આપ્યો હતો. સમગ્ર કાલોલ નગરમાં આ યુવાનો પ્લે કાર્ડ લઈને ફર્યા હતા અને આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
કાલોલ નગરમાં રાષ્ટ્રપ્રેમી યુવાનો પ્લે કાર્ડ દ્વારા બેનર દ્વારા રાષ્ટ્રહિતમાં મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો
